Ahmedabad,તા.૨૫
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, નવરંગપુરા વોર્ડ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી નીરવ જગદીશભાઈ કવી તેમણે ઉમેદવારી ફોર્મ તા. ૫/૨/૨૦૨૧ના રોજ ભરેલું તેમાં તેમની જન્મ તારીખ ૧૧/૧૧/૧૯૭૭ દર્શાવેલ હતી જે ખોટી જન્મ તારીખ છે. તેમની સાચી જન્મ તારીખ ૧/૬/૧૯૭૫ ની છે. નીરવ કવીની સાચી જન્મ તારીખના આધારે મુસલમાન રાજ કવી મિર છે. જેથી તે સાચી હકિકત મતદારો સમક્ષ ના આવે તેવા બદ હેતુથી અને સાચા પુરાવા રેકર્ડ ઉપર ના આવે તેવા બદ ઈરાદાથી ખોટી જન્મ તારીખ લખાવી તેના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવેલ હતા.
જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં તેમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપેલી પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં. ૨૩માં ક્રિમીનલ કેસ આઈ.પી.સી.ની કલમ ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૬, ૧૯૯, ૪૧૪, ૪૨૦ મુજબ ૨૭૨૧/૨૦૨૧ નો દાખલ કરેલ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં નીરવ કવીની સાચી જન્મ તારીખ ૧/૬/૧૯૭૫ સાચી છે તે સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનુ જનરલ રજીસ્ટરનું રેકર્ડ સાથે કોર્ટમાં જુબાની આપેલી અને જન્મ તારીખ ૧/૬/૧૯૭૫ છે તે સાબિત કરેલ તેમ છતાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ ૨૦૩ હેઠળ ફરિયાદ રદ કરેલ જેથી અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં ક્રિમીનલ રીવીઝન નંબર ૧૬/૨૦૨૩ થી દાખલ કરેલી. જેમાં બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ નામ. સેસન્સ જજશ્રી એમ.પી. પુરોહિત સાહેબે તા. ૨૧/૧૦/૨૦૨૪ ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી ભાજપના મ્યુનિ. કાઉન્સીલર નીરવ કવી સામે ઉપરોક્ત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ કરેલ.
જય પટેલનો કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી લીગલ સેલના ચેરમેનશ્રી કલ્પેશ પટેલ, કન્વીનર યુ.ડી. શેખાવત તથા એડવોકેટ અરવિંદ વાણીયા સતત પ્રયત્ન કરી ભાજપ સામે કાયદાકીય લડત આપેલ છે.