Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ
    • Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા
    • Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે
    • ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    • ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    • ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે
    • શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે,ચેરમેન Jayesh Radadia
    રાજકોટ

    રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે,ચેરમેન Jayesh Radadia

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkotતા.૩૦

    રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા, કમોસમી માવઠા, ક્યાંક પાછોતરો વરસાદ…આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચીના જેવા તૈયાર પાકને ખુબ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે. આ અવસરે રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પર હાજર રહ્યા હતા.

    રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે. રાજકોટ જિલ્લા બેંક એ ખેડૂતોની બેંક છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. રાજકોટ જિલ્લા બેંક હંમેશા ખેડૂતોની સાથે રહી છે. ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે બેંકના બોર્ડે નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સભાસદો માટે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ૧૦૦૦ કરોડની લોન ખેડૂતોને ૦ ટકા વ્યાજે ૧ વર્ષ માટે આપવામાં આવશે. ખેડૂતોને ૧ હેકટર દીઠ ૧૦,૦૦૦ રૂપિયા અને ૫ હેકટર સુધી સહાય મળશે. વર્ષે ૧૦૦ કરોડની બેંકને નુકસાની જશે, જે ખેડૂતોને રાહત આપીએ છીએ. બેક સાથે જોડાયેલા ખેડૂત સભાસદોને આ લોનનો લાભ મળશે. ૨ લાખ ખેડૂતોને આ લાભ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે આના માટે કોઈ મોર્ગેજ કે અન્ય ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે નહીં.

    આ સાથે તેમણે ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા લેવા ન જાય તેવી અપીલ પણ કરી. તેમણે કહ્યું કે અમારી બેંક પાસે ખેડૂતો આવે અને સભાસદ બની લોનનો લાભ લે. એક ખેડૂત વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન લઇ શકશે. એક વર્ષમાં લોન પરત કરવાની રહેશે. ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહીં. ખેડૂતોને ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને ૧૦૦ કરોડ રૂપિયાનો બોજો પડશે.

    જયેશ રાદડિયા એ સૌરાષ્ટ્રના પીઢ રાજકારણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનો દીકરો હોવાનું સાબિત કરી દીધું છે. પાર્ટીએ સાઈડલાઈન કર્યો તો એમને સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો દેખાડયો છે. પાટીલની ના ના છતાં ઈફ્કોમાં મેન્ડેટ વિરુદ્ધ થઈને ચૂંટણી જીતીને એ સાબિત કરી દીધું હતું કે તેઓ સહકારી નેતા છે. ઈફ્કો બાદ ક્રિભકોમાં પણ રાદડિયાની પેનલ વિજેતા બની છે. દેશની સૌથી મોટી ૨ સહકારી એજન્સીઓમાં રાદડિયાનો દબદબો વધ્યો છે. હવે રાજકોટ સહકારી બેન્કથી એમને સૌરાષ્ટ્રના ખેડૂતોને સીધા ટાર્ગેટ કર્યા છે. ખેડૂતોને ૧૦૦૦ કરોડની ઝીરો ટકા વ્યાજે લોનની જાહેરાત કરી સરકાર માટે મૂંઝવણ ઉભી કરી દીધી છે. એ સૌરાષ્ટ્રના ૨ લાખ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે એક વર્ષ માટે લોન આપશે. રાદડિયાએ એ સાબિત કરી દીધું છે કે તેઓ ખેડૂત નેતા છે. ખેડૂતો માટે બેન્ક ૧૦૦ કરોડનું નુક્સાન ભોગવશે આમ છતાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નિર્ણય લઈને પોતાની રાજકીય અને સહકારી કેરિયરને એક નવી ઉંચાઈ આપી દીધી છે. રાદડિયા સૌરાષ્ટ્રમાં સૌથી મોટા સહકારી નેતા તરીકે ઉભરી રહ્યાં છે. આ માટે એમની પાછળ કોઈ મોટા નેતાનો દોરી સંચાર હોય તો પણ નવાઈ નહીં. એક બાદ એક સૌરાષ્ટ્રમાં રાદડિયા પાર્ટીને ઝટકા આપી રહ્યાં છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarના મહુવાના બાંભણિયા ગામમાં દીપડાનો આતંક, ૧૦ વર્ષના એકમાત્ર માસૂમ પુત્રને ફાડી ખાતા આખું ગામ હિબકે ચડ્યું

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લા પંચાયતની ૯ સમિતિના ચેરમેન જાહેર,અરવિંદ લાડાણી જૂથને પ્રાધાન્ય, પ્રથમ વખત આપ વિરોધ પક્ષમાં

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વઢવાણમાં ગુનામાં નાસતો ફરતો આરોપી ભચાઉથી ઝડપાયો

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026

    ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

    July 9, 2026

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.