Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]
    • ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara
    • TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh જિલ્લા પંચાયતની ૯ સમિતિના ચેરમેન જાહેર,અરવિંદ લાડાણી જૂથને પ્રાધાન્ય, પ્રથમ વખત આપ વિરોધ પક્ષમાં
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લા પંચાયતની ૯ સમિતિના ચેરમેન જાહેર,અરવિંદ લાડાણી જૂથને પ્રાધાન્ય, પ્રથમ વખત આપ વિરોધ પક્ષમાં

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૮

    Junagadh જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી અટવાયેલી વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી આખરે પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચર્ચા અને આંતરિક મંથન બાદ કુલ નવ મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવી નિમણૂકો સાથે જિલ્લા પંચાયતના વહીવટી કામકાજને નવી દિશા મળવાની આશા વ્યક્ત થઈ રહી છે, પરંતુ આ વરણી સાથે રાજકીય સમીકરણો અને આંતરિક જૂથબંધીને લઈને ચર્ચાઓ પણ તેજ બની છે.

    રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ વખતે માણાવદર, વંથલી અને મેંદરડા વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રભાવ હેઠળના જિલ્લા પંચાયત સભ્યોને મહત્વની સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના મતવિસ્તારમાંથી ચૂંટાયેલા અનેક સભ્યોને પ્રભાવશાળી સમિતિઓના ચેરમેન બનાવવામાં આવતા અન્ય વિસ્તારોના આગેવાનોમાં અસંતોષ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

    સાસણ બેઠક પરથી ચૂંટાયેલા ચિરાગ જમનાદાસ રાજાણીને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે, જ્યારે કોયલાણા બેઠકના જીગ્નેશ દિલિપ છૈયાને સિંચાઈ, સહકાર, ખેતી અને પશુપાલન સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. શાપુર બેઠકના ઇન્દુ ભરત ચાવડાને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ નામો અરવિંદ લાડાણીના પ્રભાવ વિસ્તાર સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

    નવનિયુક્ત સમિતિઓમાં સૌથી વધુ ચર્ચા શિક્ષણ સમિતિના ચેરમેનની નિમણૂકને લઈને થઈ રહી છે. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હર્ષા વિનોદ સવસાણીની પસંદગી કરવામાં આવી છે, જેમની શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ સુધી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે રતિલાલ ખીમજી લાડાણી, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જીતુ બચુ સીસોદિયા , મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે વનીતા સોમાત વાસણ , બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેન તરીકે ચંપા કિશોર ઠુંમર અને અપીલ સમિતિના ચેરમેન તરીકે લીના વિપુલ કાવાણની પસંદગી કરવામાં આવી છે.

    આ વરણી બાદ જિલ્લા પંચાયતના રાજકીય ઇતિહાસમાં એક નવું સમીકરણ પણ સામે આવ્યું છે. પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય જયસુખ પાઘડાર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળશે. આગામી સમયમાં તેઓ સદનમાં શાસક પક્ષ સામે કેવું વલણ અપનાવે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.

    સમિતિઓની આ નવી રચના બાદ જિલ્લા પંચાયતમાં સત્તાની વહેંચણી, જૂથવાદ અને આગામી સ્થાનિક રાજકીય વ્યૂહરચનાને લઈને ચર્ચાઓ તેજ બની છે. હવે આ નવી ટીમ વિકાસના કાર્યોમાં કેટલો ઝડપથી પરિણામ આપી શકે છે અને આંતરિક અસંતોષને કેવી રીતે સંભાળે છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleShweta Tiwari ના બ્લેક મોનોક્રોમ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
    Next Article Bhavnagarના મહુવાના બાંભણિયા ગામમાં દીપડાનો આતંક, ૧૦ વર્ષના એકમાત્ર માસૂમ પુત્રને ફાડી ખાતા આખું ગામ હિબકે ચડ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026
    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    અમરેલી

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,610
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 14:40
    Categories
    Latest News

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.