Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    26 ઓગસ્ટનું રાશિફળ

    August 25, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ…!!!

    August 25, 2026

    Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 26 ઓગસ્ટનું રાશિફળ
    • વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ…!!!
    • Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
    • Jamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા
    • Morbi-રાજકોટ હાઈવે પર સ્કૂલ બસમાં આગ લાગી, તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા
    • Morbiના મીતાણા નજીક ગાડી ખાલી કરવા બે પક્ષ વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ
    • Morbiના રવાપર ઘુનડા રોડ પર ફ્લેટમાં જુગાર રમતા ૮ ઝડપાયા, રૂ ૧.૨૦ લાખ રોકડ જપ્ત
    • Morbiની આંગડીયા પેઢીમાંથી ૬૦ લાખનું આંગડીયુ કરાવી ફોન બંધ કરી બે ઈસમો રફુચક્કર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagarના મહુવાના બાંભણિયા ગામમાં દીપડાનો આતંક, ૧૦ વર્ષના એકમાત્ર માસૂમ પુત્રને ફાડી ખાતા આખું ગામ હિબકે ચડ્યું
    સૌરાષ્ટ્ર

    Bhavnagarના મહુવાના બાંભણિયા ગામમાં દીપડાનો આતંક, ૧૦ વર્ષના એકમાત્ર માસૂમ પુત્રને ફાડી ખાતા આખું ગામ હિબકે ચડ્યું

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૮

    ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં અગાઉ સિંહના આતંક બાદ હવે નાના એવા બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાએ કાળો કેર વર્તાવ્યો હોવાની ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે. અહીં દીપડાના ઘાતકી હુમલામાં ૧૦ વર્ષના એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે વન વિભાગ સામે પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

    મળતી વિગતો મુજબ, ભાવનગર મહુવાના બાંભણિયા ગામે દીપડાના હુમલામાં નિત્ય પ્રકાશભાઈ ગોંડલિયા નામના ૧૦ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. નિત્ય સાંજના સમયે શાળાએથી છૂટીને પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડીએ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં જ ટાંપીને બેઠેલા હિંસક દીપડાએ માસૂમ બાળક પર અચાનક હુમલો કરી દીધો હતો અને તેને વાડી વિસ્તારમાં ઢસડીને ઉપાડી ગયો હતો. શિકારી દીપડાએ વાડીના નિર્જન વિસ્તારમાં લઈ જઈને બાળકને ફાડી ખાધો હતો.

    બીજી તરફ, નિત્ય સમયસર વાડીએ ન પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેને શોધવા માટે દોડધામ શરૂ કરી હતી. ભારે શોધખોળના અંતે પરિવારજનોને નિત્ય દીપડાએ ફાડી ખાધેલી અત્યંત લોહીલુહાણ અને ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લોહીથી લથપથ નિત્યને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

    આ આઘાતજનક સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે, મૃતક નિત્ય તેના પિતા પ્રકાશભાઈ ગોંડલિયાનો એકનો એક લાડકવાયો દીકરો હતો. પરિવારના એકમાત્ર ચિરાગને દીપડાએ છીનવી લેતા માતા-પિતાના કરુણ આક્રંદથી પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

    હાલમાં મહુવા પંથક અને અમરેલીના રાજુલા પંથકમાં રાની પશુઓનો આતંક સતત વધી રહ્યો છે, જેનાથી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહુવા તાલુકામાં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલો કરવાની આ ત્રીજી મોટી ઘટના છે અને આશ્ચર્યજનક રીતે આ ત્રણેય કિસ્સાઓમાં માનવીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ છે.

    આ ઘટના બાદ આખરે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ની ટીમ દોડતી થઈ છે અને નરભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવીને સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરોમાં એકલા ન જવા સૂચના અપાઈ છે. વન વિભાગે ખાસ અપીલ કરી છે કે જો ક્યાંય પણ વન્ય પ્રાણી જોવા મળે તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૨૬ પર જાણ કરવી.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh જિલ્લા પંચાયતની ૯ સમિતિના ચેરમેન જાહેર,અરવિંદ લાડાણી જૂથને પ્રાધાન્ય, પ્રથમ વખત આપ વિરોધ પક્ષમાં
    Next Article Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા

    August 25, 2026
    મોરબી

    Morbi-રાજકોટ હાઈવે પર સ્કૂલ બસમાં આગ લાગી, તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

    August 25, 2026
    મોરબી

    Morbiના મીતાણા નજીક ગાડી ખાલી કરવા બે પક્ષ વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ

    August 25, 2026
    મોરબી

    Morbiના રવાપર ઘુનડા રોડ પર ફ્લેટમાં જુગાર રમતા ૮ ઝડપાયા, રૂ ૧.૨૦ લાખ રોકડ જપ્ત

    August 25, 2026
    મોરબી

    Morbiની આંગડીયા પેઢીમાંથી ૬૦ લાખનું આંગડીયુ કરાવી ફોન બંધ કરી બે ઈસમો રફુચક્કર

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,220
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,720
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 20:24
    Categories
    Latest News

    26 ઓગસ્ટનું રાશિફળ

    August 25, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ…!!!

    August 25, 2026

    Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

    August 25, 2026

    Jamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા

    August 25, 2026

    Morbi-રાજકોટ હાઈવે પર સ્કૂલ બસમાં આગ લાગી, તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

    August 25, 2026

    Morbiના મીતાણા નજીક ગાડી ખાલી કરવા બે પક્ષ વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ

    August 25, 2026
    Search
    Main News

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026

    ભૂતપૂર્વ મુખ્યમંત્રી Ashok Gehlot પીએમ મોદીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરી પ્રક્રિયાને ખામીયુક્ત ગણાવી

    August 25, 2026

    Abhishek Banerjee ને રાહતઃ વધુ ત્રણ એફઆઇઆરમાં ધરપકડ પર રોક, હવે ૧૧ કેસોમાં રક્ષણ

    August 25, 2026

    Iran War નો પ્રભાવઃ : Trump ની લોકપ્રિયતામાં તીવ્ર ઘટાડો, ફક્ત ૩૧ ટકા અમેરિકનો તેમને ટેકો આપે છે

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    26 ઓગસ્ટનું રાશિફળ

    August 25, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ…!!!

    August 25, 2026

    Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.