Botad,તા.01
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું પ્રથમ 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું આજે દિવાળીના પાવન અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા વડતાલ ધામના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોકત સંકુલ માત્ર દોઢ વર્ષમાં તૈયાર કરવામાં આવેલ હતું. સાળંગપુરથી અગ્રણી ચેતન રામાણીએ જણાવ્યું કે આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે અને આ દિવ્ય અવસરના સાક્ષી બન્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પરિવાર સાથે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું.
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે.
આ શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં ક્ધસ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.
રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિલ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં 500 એસી અને 300 નોન એસી રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે.
શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ 1000થી વધુ રૂમમાં 5,000 થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્ડિંગમાં 400 અઈ રૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન એસી રૂમ 800 રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો 45 સ્યૂટ રૂમ દીઠ એકનું મેઈન્ટનન્સ ભાડુ 3 હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે.
શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં 6-6 પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે. મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે.
શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું કે, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે.
તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે. ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કર્યા હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી. એટલે અમે આ મુજબ વિચાર્યું કે, પતંગિયું શાંતિનું પ્રતિક છે,પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે.
એટલે જે કોઈ ભક્ત આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવે તેના માટે અમે એવું વિચાર્યું છે કે, એના માટે અમે એવું વિચાર્યું છે કે, તેમને પ્રકાશ, શાંતિ, સુગંધ અને પ્રકાશ મળે. કારણ કે, દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે, અંધશ્રદ્ધાનો પૂજારી હોય જ નહીં. તે શ્રદ્ધા, વિશ્વાસ, આત્નનિષ્ઠા અને ભક્તિ જેનામાં હોય એ જ દાદાના દરબારમાં આવે છે. હું ગેરંટી આપીને કહું છું કે, દાદાના દરબારમાં હર વ્યક્તિ કા વિશ્વાસપૂર્ણ હોતા હૈ.

