Mumbai,તા.07
અલ્લુ અર્જુન તથા રશ્મિકા મંદાનાની ‘પુષ્પા ટૂ ‘ તારીખ પાંચમી ડિેસમ્બરે રીલિઝ થવાની છે. તેના કારણે રશ્મિકાની જ વિકી કૌશલ સાથેની અન્ય ફિલ્મ ‘છાવા’ની રીલિઝ છઠ્ઠી ડિસેમ્બરથી પાછળ ધકેલાય તેવી સંભાવના છે.
તાજેતરમાં અજય દેવગણ સહિતના કલાકારોની ‘સિંઘમ અગેઈન’ સામે કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’ ટકરાઈ હતી. પરંતુ, ‘ભૂલભૂલૈયા થ્રી’ને આગલી ફિલ્મોની ગુડવિલનો લાભ મળ્યો હતો. બીજી તરફ ‘પુષ્પા’ના પહેલા ભાગ બાદ બીજા ભાગને જોવા પ્રેક્ષકો આતુર છે તેની સામે ‘છાવા’ હિંદીના દર્શકો માટે પ્રમાણમાં નવો વિષય છે.