ન્યુટ્રિશન માટેના સેપ્લિમેન્ટ્સ લાંબો સમય લેવાથી શરીરમાં એની આડઅસરો થઇ શકે છે. જોકે ઓસ્ટ્રેલિયાના રિસર્ચરોનું કહેવું છે કે ખાસ કરીને પાતળા થવા માટે બધા જ પ્રકારનું પોષણ મળી જાય એવી ડાયટ-પિલ્સ લાંબો સમય લેવામાં આવે અને એમાં ક્રોમિયમ ખનિજ હોય તો કેન્સર પેદા કરી શકે છે. ક્રોમિયમ ખનિજ ધરાવતાં સપ્લિમેન્ટ્સથી પાચનને લગતા ડિસઓર્ડર થઇ શકે છે.
સામાન્ય રીતે વજન ઘટાડવા તેમ જ બોડીબિલ્ડિંગ માટેનાં સપ્લિમેન્ટ્સમાં ક્રોમિયમ એક ટેબ્લેટમાં ૫૦૦ માઇક્રોગ્રામ જેટલી માત્રામાં હોય છે. અમેરિકન નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા પ્રમાણિત થયું છે કે પુખ્ત વયના લોકો રોજ ૨૦૦ માઇક્રોગ્રામ જેટલું ક્રોમિયમ લે તો એ સેફ અને પૂરતું છે. જોકે એમ છતાં ડાયટરી સપ્લિમેન્ટ્સમાં લગભગ બમણી માત્રામાં એનો સમાવેશ થાય છે જે નુકસાનકારક છે.