Mangrole તા.૧૧
જૂનાગઢ લોકસભા ના યુવા સાંસદ અને ચોરવાડ શહેર ના પનોતા પુત્ર રાજેશ ચુડાસમા દ્વારા પોતાના માદરે વતન ના ગામ માં જીવન બાગ પાસે થી લઇ પોસ્ટ ઓફિસ થઈ સોમનાથ દ્વારકા નેશનલ હાઇવે ને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જેના અનુસંધાને સાંસદ દ્વારા સિમેન્ટ રોડ બનાવવા માટે રાજ્ય/કેન્દ્ર સરકાર માં ધારદાર રજૂઆત કરવામાં આવેલ જે રજૂઆત ને રાજ્ય સરકાર શ્રી દ્વારા યોગ્ય ગણી તાત્કાલિક સિમેન્ટ રોડ બનાવવા માટે રૂ.૨,૫૧,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા બે કરોડ એકાવન લાખ પૂરા ) મંજૂર કરવામાં આવ્યા અને રોડ ના કામ માં વધુ રૂ.૧,૦૦,૦૦,૦૦૦,( અંકે રૂપિયા એક કરોડ પૂરા ) ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા આવા ઉમદા કાર્ય થી વિસ્તાર ના લોકોમાં ભારે આનંદ ની લાગણી પ્રસરી ગઇ છે અને સાંસદ રાજેશ ચુડાસમા ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે