Vadodara,તા.15
વડોદરાના સુસેન-તરસાલી રિંગ રોડ પર મોતીનગર 2 માં રહેતા 68 વર્ષના ઇન્દિરાબેન રામચંદ્ર પટેલ 13મી તારીખે રાત્રે 9:30 વાગે પતિ સાથે જમી પરવારીને ચાલવા નીકળ્યા હતા. દસ વાગ્યે સોસાયટીના નાકા પાસે હનુમાનજીના મંદિર પાસે પહોંચતા ત્યાં ત્રણ આરોપીઓ કાળા કલરની બાઈક પર બેઠા હતા. તે પૈકી એક આરોપીએ મારા પતિ પાસે આવીને સરનામું પૂછ્યું હતું. મારા પતિ તેમની સાથે વાત કરતા હતા તે દરમિયાન આ આરોપીએ મારા ગળામાંથી સોનાની દોઢ તોલા વજનની ચેન તોડી લીધી હતી અને દોડીને દૂર બાઈક પર બેઠેલા તેના બે સાગરિતો સાથે ભાગી ગયો હતો. મહિલાએ બુમાબુમ કરી હતી લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.