Movaiya,તા.16
ગોંડલ તાલુકાના મોવૈયા ગામે એક પખવાડિયા પૂર્વે સાધુના વેશમાં આવેલા શખ્સોએ વૃદ્ધ કારખાના ને બચે તેરા કલ્યાણ ઓછાએ તેમ કહી તેમજ તારા દુઃખ દર્દ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમ કહી લોભામણી લાલચ આપી રૂપિયા 2.20 લાખની સોનાની માળા ઓળવી જનાર બેલડીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ તેની પાસેથી કાર સહિત રૂ. ૨.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આરોપીની પુછતાછ કરતા સાધુ વેશ ધારણ કરી આ પ્રકારે તેમણે સૌરાષ્ટ્રમાં ચાર છેતરપિંડી કરી હોવાની કબુલાત આપી હતી.
તાલુકા પોલીસે ઝડપી લઇ મુદામાંલ તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે. વધુ વિગત મુજબ મોવિયા ગામે ભાલાળા શેરીમાં રહેતા કાંતિભાઈ કુસાભાઈ ભાલાળા નામના વૃદ્ધ વેપારી ગત તારીખ 2/ 11 ના રોજ બપોરના સમારે પોતાની વાડીએથી ગામ તરફ એકટીવા લઈને આવી રહ્યા હતા. ત્યારે કારે સાઈડ કાપી કાંતિભાઈ ભાલાળાને કારના ચાલકે કહેલ કે બાપુ દિગંબર અઘોરી ગિરનારી છે શિવરાત્રી ના મેળામાં પોતે લંગોટ થી ગાડી ખેંચે છે પોતે મહાત્મા છે જેના દર્શન કરવા તે એક લાવો છે એમ વાત કરતા કાંતિભાઈ ભાલાળા મોટરસાયકલ માંથી નીચે ઉતરી મહાત્મા ના દર્શન કરેલ ત્યારે ભભૂતિ ચોપડેલ સાધુએ કહેલ કે બચ્ચે તેરા કલ્યાણ હો જાય આથી કાંતિભાઈએ રૂ.20 ની નોટ આપતા સાધુએ રુદ્રાક્ષનો પાળો વાળી નોટ પરત આપી હતી તારું કલ્યાણ થઇ જશે બાપુ દિવ્ય દર્શન ભાગ્યે જ કોઈને આપે છે તેમ કહી સાધુએ મને કહેલ કે માળા પાછી આપીશ અને તારા દુઃખ દર્દ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે તેમ કહી માળા લઈ નાસી ગયા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
એલસીબી પરમારને મળેલી બાતમીના આધારે આ ગુનામાં નેનુંનાથ ઉર્ફે મુન્નાનાથ જવરનાથ સોલંકી (રહે સરશાણા થાન) અને સૂરજનાથ જવરનાથ સોલંકી (રહે ભોજપરા તા. વાંકાનેર) ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી કાર સોનાની રુદ્રાક્ષની માળા રોકડ રૂપિયા 5000 અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

