Wadwanતા. 19
સુરેન્દ્રનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એ જુગાર અંગે દરોડા પાડ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. જ્યાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડ્યા તો અઈઇના PIના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે. જ્યાંથી 5 મહિલાઓ સહિત 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ભાઇ વડોદરા એન્ટીકરપ્શનમાં પીઆઇ તરીકે ફરજ બજાવે છે. અત્રે જાણવા મળતા અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષથી આ સ્થળ પર જુગારધામ ધમધમતું હતું.
આ સાથે જ રોકડ વાહનો સહિત રૂ.6.58 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાટડીના વેલનાથનગરમાં એ.સી.બી. પીઆઇના ભાઈના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હતો. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ દ્વારા દરોડા પાડવામાં આવતા આરોપીઓ દ્વારા પોલીસને ઘરની અંદરના આવે તે માટે દરવાજા બંધ કરી દીધા હોવાનું સામે આવ્યુ છે.
જુગારધામમાંથી 25 પુરુષ અને 5 મહિલાઓ ઝડપાઈ હતી. તેમજ કાર,મોબાઈલ, બાઈક,રોકડ સહિત આશરે 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જખઈ દ્વારા તમામ આરોપીઓને પાટડી પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.
જે આરોપીઓ પકડાયા છે તેમાં અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર, વેલનાથ નગર, પારડીજ, સુરેન્દ્રનગર (જુગર ધામ ચાલાવનાર). મુકેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, વેલનાથ નગર, પાટડી, ભરતભાઈ રમેશભાઈ દેવીપૂજક મુ.ખાનસરોવર,પાટડી, રાકેશ શ્યામજીભાઈ ઠાકોર મુ.વેલનાથ નગર, સુરેન્દ્રનગર, વસીમ ઝીલાનીભાઈ સિપાહી, પઠાણવાસ મુખ્ય બજાર, પારડીજ, સુરેન્દ્રનગર મિનાઝભાઈ ઉસ્માનભાઈ નાયક, નવાધારી વાસ, પાટડી, અમિતકુમાર દિલીપભાઈ ખાખર, અંબિકા નગર સોસાયટી પાટડી, અસલમભાઈ શબ્બીરભાઈ સિપાહી, પાટડીયાવાસ ગામ દુદખા તા.સમી, પાટણ, લાલભા ભીખુભા ઝાલા, ઝીંઝુવાડા ફતેપુરવાસ પાટડી, ઝહીર અબ્બાસ દવલભાઈ બેલીમ મુ.પઠાણવાસ પાટડી, દેવપાલ રાજુભાઈ ઝાલા, ગુંજા ગામ દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય, નરેશભાઈ મગનભાઈ ઠાકોર, વાડી વાસ, પાટડી, વખાતસિંહ ભરતસિંહ સોલંકી, રાજપુરા ગામ તા.દેત્રોજ, અમદાવાદ ગ્રામ્યય, વિજયભાઈ મનહરભાઈ ભીલ, 346, દરિયાલાલ મંદિર પસે પાટડી, નિલેશગીરી વિષ્ણુગીરી ગોસ્વામી, ખોડિયાર નગર પાટડી, ભાર્ગવ અમૃતલાલ દેકાવડિયા, ટીંબાવાસ પાટડી, રસિક છનાભાઈ દેવીપૂજક, ખાનસરોબાર પાટડી, લાલભાઈ છનાભાઈ દેવીપૂજક, ખાનસરોવર પાટડી, મોહસીન લારા બાબુભાઈ મંડળી, નુરી સમાજ, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય, સરફરાજ કાલુ હબીબભાઈ ફકીર, અલબદર સમાજ, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય, રામાભાઈ વિક્રમ જીવાભાઈ ઠાકોર, ભાટવાસ જ પાટડી, અરવિંદસિંહ હરીભા મકવાણા, ફતેપુરા ગામ તા.દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય, કિરણકુમાર મંગાજી ઠાકોર, સદરા તા.કડી, દી.મહેસાણા, રાજુભાઈ પોલાભાઈ દેવીપૂજક, વેલનાથ નગર, પાટડી, રમેશભાઈ રસસંગજી ઠાકોર રહે.મીઠાપુર તા.મંડળ, અમદાવાદ ગ્રામ્ય, ખુશ્બુબેન કુસુમબેન અશ્વિનભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય, રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર, વેલનાથનગર પાટડી, કાંતાબેન મગનભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય, રમીલાબેન નાગરભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય, તથા જાલીબેન તરસંગજી ઠાકોર, વેલનાથ નગર પાટડીનો સમાવેશ થાય છે. જુગાર ધામમાંથી રૂ.4.59 લાખ રોકડ, 75 હજારનાં વાહનો, 1.25 લાખનાં મોબાઇલ જપ્ત કરાયા છે.

