ભાવનગર,તા.19
ભાવનગરના ઘોઘા રોડ ગૌશાળા નજીક રહેતા આધેડની ઘોઘાના ભુંભલી ગામમાં આવેલ વાડીમાંથી 16 મણ કપાસ ભરેલી ચાર ગાંસડીની ચોરી થતા આધેડે ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ઘોઘા રોડ, ગૌશાળા પાસે રહેતા કિશોરભાઈ ભાયાભાઈ જેઠવાની ભુંભલી ગામમાં આવેલ વાડી ભાભલુભા હમીરભાઇ હરકટ (રહે. ભુંભલી )ને ભાગમાં વાવવા આપી હતી. આ વાડીની ઓરડીમાં કપાસની સાત ગાંસડીઓ રાખી હતી.
જે પૈકી 16 મણ કપાસ ભરેલી ચાર ગાંસડીઓ, કિં. રૂ. 24,000/- ની તા. 16/11 ના રોજ રાત્રીના સમયે ચોરી કરીને લઈ ગયો હતો.આ ચોરીની ઘટના અંગે કિશોરભાઈ ભાયાભાઈ જેઠવા એ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.