દેશના કેટલાય અખબારોમાં તો કેટલાય સામયિકો એક કોલમ હંમેશા આવતી હોય છેે જેમાં અજમાવી જુઓ વિશે અનેક ગૃહ ઉપયોગી બાબતો હોય છે જેમાં તેના ઉપયોગથી આપણને દાકતર પાસે જવાની જરૂર તો હોતી નથી. આ બધા ઘરગથ્થું ઉપાયો હોય છે પણ તે ખાસ જાણકારોને પુછીને કરવાના હોય છે અને તે કોઈપણ એક જ ઉપાયનો ઉપયોગ કરવાનો હોય છે. મોટાભાગે આ તમામ ઘરગથ્થું ઈલાજ આયુર્વેદિક જ હોય છે જેમાં નુકસાનની માત્રા હોતી નથી. આ વિભાગમાં જાણવા જેવી અનેક બાબતો રજૂ કરવામાં આવી છે જેનો ઉપયોગ બાળકોએ તેના માતા-પિતા કે પછી જાણકારો વડીલોને પુછીને કરવાનું રહેશે તો ચાલો જોઈએ કેટલાક કામ લાગે તેવા નુસ્ખા…
(૧) વીંછી કરડ્યો હોય તો તુરત જ ડુંગળી કાપીને બાંધવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે.
(૨) નાકમાંથી નસકોરી ફૂટે ત્યારે ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી નીકળતું તુરત જ બંધ થઈ જાય છે.
(૩) સાકરનો ગાંગડો મોઢામાં રાખવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.
(૪) દાઝેલા ઘા ઉપર કકડાવેલ તેલ ચોપડવાથી તુરત જ ફાયદો થાય છે.
(૫) ઉંદર કરડ્યો હોય તો કોરુ કોપરુ મુળાના રસમાં ઘસીને ચોપડવાથી પીડા મટી જાય છે.
(૬) ખજુરને પાણીમાં મસળીને પીવાથી થાક દૂર થાય છે.
(૭) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી પણ ઝેર ઉતરી જાય છે.
(૮) ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ ઉતરી જાય છે.
(૯) જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટી જાય છે.
(૧૦) અજમો, હરડે, સિંધવ, હિંગની ફાકી કરી લેવાથી મરડો મટી જાય છે.
(૧૧) ૧ ગ્રામ મરી ચૂર્ણ ઘીમાં મેળવીને દિવસમાં બે વખત ખાવાથી શીળસ મટી જાય છે.
(૧૨) કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનો અને આદુનો રસ પીવાથી તાવ મટી જાય છે.
(૧૩) તુલસી રસ-૧૦ ગ્રામ, મરી ચૂર્ણ ૫ ગ્રામ, પા ચમચી મધ મેળવીને પીવાથી ટાઈફોઈડ મટી જાય છે.
(૧૪) કોકમનું ઘી ગરમ કરીને પગમાં ચોપડવાથી બળતરા મટી જશે.
(૧૫) હળદર અને સુંઢનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસની બિમારીમાં રાહત થાય છે.
(૧૬) ૧ ગ્લાસમાં પાણી સાથે લીંબુ અને સાકર નાખી પીવાથી પિત્તની દાહ શાંત થાય છે.
(૧૭) દૂધમાં બે-ત્રણ અંજીર નાખીને પીવાથી કફ અને દમની બિમારીમાં રાહત થાય છે દૂધને ગરમ કરવું.
(૧૮) સૂંઢનું ચૂર્ણ છાશમાં મેળવીને દર બે કલાકે પીવાથી ઝાડા બંધ થાય છે.
(૧૯) સવારે રોજ મધ અને લસણ ખાવાથી પેટની જઠરાગ્નિ પ્રજલિત થાય છે.
(૨૦) મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી બંધ નાક તુરત જ ખુલી જાય છે.
(૨૧) ગોળ-ચૂનો ભેગો કરીને ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટી જાય છે.