Jamnagar તા.૨૩
જામનગર ની એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ચેક રીટર્ન અંગેના કેસમાં સજા પામેલા અને નાસ્તા ફરતા આરોપીને પડાણા ગામના એક શખ્સને ગઈકાલે રાતે ઝડપી લીધો છે, અને મેઘપર પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા ભરતસિંહ પ્રવિણસિંહ પરમાર સામે જામનગરની અદાલતમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેશ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપી ભરતસિંહ પરમારને તકસીરવાન ઠરાવ્યો હતો, અને સજા ફટકારી હતી. ઉપરોક્ત સજા પામેલો આરોપી નાસ્તો ફરતો રહ્યો હોવાથી ગઈકાલે રાતે પડાણા રોડ પર વોચ ગોઠવી હતી, અને આરોપી ભરતસિંહ પરમારને ઝડપી લીધો હતો. જેનો કબજો મેઘપર પોલીસ મથકમાં સોંપી આપ્યો છે.