(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
Jamnagar તાલુકાના જાંબુડા ગામ નજીક આવેલા વેલકમ વોટર પાર્કમાં ન્હાવા ગયેલા ૧૪ વર્ષીય કિશોરનું અચાનક મોત નીપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છ મળતી માહિતી મુજબ, જામનગરના સરદાર પટેલ સોસાયટી, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, શરૂ સેકશન રોડ ખાતે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આરવ શિવકુમાર સ્વર્ણકાર (ઉંમર ૧૪વર્ષ) પોતાના પરિવારજનો અને સંબંધીઓ સાથે ગત ૧૩.૬.૨૦૨૬ ના રોજ વેલકમ વોટર પાર્કમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે પહેલા જાંબુડા સીએચસી ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ આરવને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે જાહેર કરનાર મૃતકની માતા અનુરાધાબેન ઉર્ફે અનુગીરી શિવકુમાર સ્વર્ણકારની જાણના આધારે પંચ એ. પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત અંગે નોંધ કરવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

