(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
Jamnagar પંથકના એક આસામીની નવા વીજમીટર તથા લોડ વધારાની માગણી સામે રૂ.૮૦ હજાર ની લાંચ માંગનાર નાયબ ઈજનેર તથા આસી. લાઈનમેન ની ધરપકડ કર્યા પછી આ આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના નાની ખાવડી ગામના એક આસામીએ પોતાના ગેસ્ટહાઉસમાં વીજ લોડ વધારવા માટે અને નવા વીજજોડાણ માટે પીજીવીસીએલની શાપર સબ ડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. નવું મીટર લગાવી આપવા માટે નાયબ ઈજનેર ઋષિ ડી. પરમારે રૂ..૧ લાખ માંગ્યા પછી રૂા.૮૦ હજાર નક્કી થયા હતા અને તેની એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.
છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ઋષિ પરમાર વતી પૈસા લેવા આવેલા આસી. લાઈનમેન મનોજ ડુંગારામ પ્રજાપતિની અટકાયત કરી બંને સામે ગુન્હો નોંધ્યો હતો અને બંનેની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. જે અરજી અદાલતે નકારી કાઢી છે.આ કેસમાં સરકાર તરફે વકીલ હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.

