Karachi,તા.૨૩
આવતા વર્ષે પાકિસ્તાનની ધરતી પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે જેમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયાએ ત્યાં જવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાન બોર્ડે ચેમ્પિયન્સ કપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ આવતા મહિને એટલે કે ડિસેમ્બર ૭ થી ૨૫ વચ્ચે રમાશે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ફૈસલાબાદમાં આયોજિત ૫૦-ઓવરની ટુર્નામેન્ટની શાનદાર સફળતા બાદ ચેમ્પિયન્સ કપ સિરીઝની આ બીજી આવૃત્તિ છે. પ્રથમ ટુર્નામેન્ટમાં, લેક સિટી પેન્થર્સે યુએમટી માર્ખોર્સ પર ક્લોઝ-ફાઇટ વિજય સાથે ટાઇટલ કબજે કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેને જોવા માટે ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઈકબાલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ વખતે ચેમ્પિયન્સ કપ ્૨૦ ફોર્મેટમાં રમાશે જેમાં કુલ ૫ ટીમો એબીએલ સ્ટેલિયન્સ, એન્ગ્રો ડોલ્ફિન્સ, લેક સિટી પેન્થર્સ, નૂરપુર લાયન્સ અને યુએમટી માર્ખોર્સ ટાઈટલ માટે સ્પર્ધા કરશે. તમામ ટૂર્નામેન્ટ રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ચેમ્પિયન્સ કપ T૨૦) પૂર્ણ શેડ્યૂલ : શનિવાર, ડિસેમ્બર ૭ઃ એબીએલન્ સ્ટેલિયન્સ વિ. લેક સિટી પેન્થર્સ (ટ્ઠદ્બ ૧૧); નૂરપુર લાયન્સ– મારખોર્સ
રવિવાર ૮ ડિસેમ્બરઃ લેક સિટી પેન્થર્સ વિ એન્ગ્રોસ ડોલ્ફિન્સ (બપોર ૧૨)
સોમવાર, ૯ ડિસેમ્બરઃ એબીએલ સ્ટેલિયન્સ વિ નૂરપુર લાયન્સ (બપોરે ૧૨)
મંગળવાર, ડિસેમ્બર ૧૦ઃ એન્ગ્રો ડોલ્ફિન્સ વિ માર્ખોર્સ (બપોર ૧૨)
બુધવાર, ૧૧ ડિસેમ્બરઃ નૂરપુર લાયન્સ વિ લેક સિટી પેન્થર્સ (બપોર ૧૨)
ગુરુવાર, ડિસેમ્બર ૧૨ઃ છમ્ન્ સ્ટેલિયન્સ વિ. માર્ખોર્સ , એન્ગ્રો ડોલ્ફિન્સ વિ નૂરપુર લાયન્સ (૩.૩૦ કલાકે)
શુક્રવાર, ડિસેમ્બર ૧૩ઃ લેક સિટી પેન્થર્સ વિ. માર્ખોર્સ,એબીએલ સ્ટેલિયન્સ વિ એન્ગ્રો ડોલ્ફિન્સ (૩.૩૦ કલાકે)
રવિવાર, ડિસેમ્બર ૧૫ઃ એબીએલ સ્ટેલિયન્સ વિ. લેક સિટી પેન્થર્સ (ટ્ઠદ્બ ૧૧); નૂરપુર લાયન્સ વિ મારખોર્સ
સોમવાર, ડિસેમ્બર ૧૬ઃ લેક સિટી પેન્થર્સ વિ એન્ગ્રોસ ડોલ્ફિન્સ (બપોર ૧૨)
મંગળવાર, ડિસેમ્બર ૧૭ઃ એબીએલ સ્ટેલિયન્સ વિ નૂરપુર લાયન્સ (બપોરે ૧૨)
બુધવાર, ડિસેમ્બર ૧૮ઃ એન્ગ્રો ડોલ્ફિન્સ વિ માર્ખોર્સ (બપોર ૧૨)
ગુરુવાર, ડિસેમ્બર ૧૯ઃ નૂરપુર લાયન્સ વિ લેક સિટી પેન્થર્સ (બપોરના ૧૨ વાગ્યે)
શુક્રવાર, ડિસેમ્બર ૨૦ઃ સ્ટેલિયન્સ વિ. માર્ખોર્સ (ટ્ઠદ્બ ૧૧); એન્ગ્રો ડોલ્ફિન્સ વિ નૂરપુર લાયન્સ (૩.૩૦ કલાકે)
શનિવાર, ડિસેમ્બર ૨૧ઃ લેક સિટી પેન્થર્સ વિ.માર્ખોર્સ એબીએલ સ્ટેલિયન્સ વિ એન્ગ્રો ડોલ્ફિન્સ
સોમવાર, ડિસેમ્બર ૨૩ઃ ક્વોલિફાયર (બીજા સ્થાને રહેલી ટીમ વિરુદ્ધ ત્રીજા સ્થાને રહેલી ટીમ) (૩.૩૦ વાગ્યે)
બુધવાર, ૨૫ ડિસેમ્બરઃ ફાઇનલ (૩.૩૦ કલાકે)