Chennai,તા.26
તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચેનાં સંબંધો કોઈનાથી છુપાયેલાં નથી. આ બંને રિલેશનશિપમાં છે અને ઘણાં પ્રસંગોએ સાથે જોવા મળ્યાં છે. તાજા સમાચાર મુજબ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બંનેએ પોતાનાં માટે નવું ઘર શોધવાનું શરૂ કરી દીધું છે અને આવતાં વર્ષે લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે.
અહેવાલો અનુસાર, બંને વર્ષ 2025માં લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે. બંને લગ્ન બાદ રહેવા માટે મુંબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટ શોધી રહ્યાં છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિજય વર્મા સાથેનાં લગ્નની ચર્ચાઓ વચ્ચે, તમન્ના થોડાં દિવસો પહેલાં મુંબઈમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પણ જોવા મળી હતી.
વિજય વર્મા અને તમન્ના વચ્ચેનાં સંબંધો વિશે વાત કરીએ તો, બંનેએ ડિસેમ્બર 2022 માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં બંનેએ તેમનાં સંબંધો વિશે મૌન સેવ્યું હતું, પરંતુ તમન્નાએ આખરે જૂન 2023 માં એક ઈન્ટરવ્યુમાં વિજય સાથે ડેટિંગની પુષ્ટિ કરી હતી.
તેણે કહ્યું કે વિજય તેનું ’હેપ્પી પ્લેસ ’ છે. વિજયે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમની વચ્ચેનાં સંબંધો ખૂબ જ મજબૂત અને પ્રેમભર્યા છે. તે તેમનાં સંબંધોનો આનંદ માણી રહ્યાં છે.