Amreli,તા.27
અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના કુંકાવાવ ખાતે એક રહેણાંક મકાન માં એક અપરાણિત એકવીસ વર્ષીય મહિલા ને સામુહિક દુષ્કર્મ કરવાનાં ઈરાદા થી કુંકાવાવ ના અનિલ વિનુભાઈ દેસાઈ એ લગ્નની લાલચ આપી ને ઘર જોવાના બહાને પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા ના રહેણાંક મકાને બોલાવી અંદર થી દરવાજો બંધ કરી એક રૂમમાં આ મહિલાને બળજબરી પૂર્વક ચાર નરાધમો એ આ મહિલા પર દુષ્કર્મ આંચરીને એક નિર્દોષ મહિલા ને પીખી નાખતા વડિયા પોલીસ માં આ ભોગ બનનાર મહિલા દ્વારા વડિયા પોલીસ સ્ટેશનના કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ ચોકી ખાતે ફરિયાદ કરતા ભોગ બનનાર મહિલા ને ફરિયાદ માં જણાવ્યા અનુસાર તેમને લગ્નની લાલચ આપીને મકાન બતાવવાના બહાને કુંકાવાવ ના ચાર નારધમો જેમા પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા,નયન રામજીભાઈ વેકરીયા,અનિલ વિનુભાઈ દેસાઈ,સોમા હરપાલભાઈ આલાણી એ વારાફરતી દુષ્કર્મ આંચરી આ સગીરાના શરીરે બળજબરી કરી ને પિંખી નાખી અમાનવીય કૃત્ય કર્યું હતુ ત્યારે આ ચારેય નરાધમો વિરુદ્ધ વડિયા પોલીસ દ્વારા પીડિત મહિલા ની ફરિયાદ ના આધારે BNSકલમ,61,70(1),115(2),64(2)l,76,75(2),351(3),352,3(5), તથા એસ્ટ્રોસીટી એક્ટ કલમ – 3(2)(5), 3(w)(1) મુજબ ગુનો નોંધી આ તપાસ ડિવાએસપી પી આર રાઠોડ ને સોંપવામાં આવી છે. તેમના દ્વારા એફએસએલ તપાસ નો સહારો લઇ આગળની તપાસ હાથ ધરી છે તો તેમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપીઓ પોલીસ પકડ થી દૂર છે ત્યારે ડિવાએસપી રાઠોડ ના માર્ગદર્શન માં વડિયા પીએસઆઇ દવે દ્વારા અલગ અલગ ટીમો બનાવી ને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જાણવા મળતી અને લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ દુષ્કર્મ કેસ રાત્રી સમયે એક રહેણાંક મકાન માં કુંકાવાવ ગામ મધ્યે બનેલો હતો. આ ઘટના થી સમગ્ર કુંકાવાવ પંથક માં અરેરાટી વ્યાપતી જોવા મળી છે અને લોક મુખે ચર્ચાતી વાતો માં એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે કુંકાવાવ વિસ્તાર માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ સંપૂર્ણ કથળી હોય આ વિસ્તાર માં હવે બેન દીકરીઓ પણ સલામત નથી તો સરકાર અને પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે આગળ આવી આવા આવારા તત્વો ને સબક શીખવી કાયદાનું ભાન કરાવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે. હવે આ કિસ્સા માં કોઈ પણ ચમર બંધી ને છોડવામાં નહી આવે તેવા નિવેદનો આપતા નેતાઓ આ કિસ્સા એક નિર્દોષ મહિલાની વ્હારે આવી કે દુષ્કર્મ આચારનાર અને તેની સાથે સામેલ અન્ય આરોપીઓને પર કડક કાર્યવાહી કરાવે છે કે નહિ તેતો આવનારો સમય જ બાતવશે.

