Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
    • Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    • ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    • વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી
    • હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Bangladesh: ISKCON ના સંતની ધરપકડ પછી થયેલી હિંસામાં એક વકીલની હત્યા, ૩૭ ઘાયલ
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh: ISKCON ના સંતની ધરપકડ પછી થયેલી હિંસામાં એક વકીલની હત્યા, ૩૭ ઘાયલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 28, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઢાંકા, તા.૨૮

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારો વચ્ચે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. ઇસ્કોનના સંત અને અગ્રણી હિન્દુ આગેવાની ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડની વિરોધમાં થયેલા આંદોલન દરમિયાન ચટ્ટોગ્રામમા એક વકીલની હત્યા થઈ ગઈ હતી અને ૧૦ પોલીસ સહિત ઓછામાં ઓછા ૩૭ લોકો ઘાયલ થયા હતા. પોલીસે હત્યામાં કથિત સંડોવણી બદલ ઓછામાં ઓછા ૩૦ શંકમંદોની ધરપકડ કરી હતી, જેમાં મોટાભાગના હિન્દુઓ હતાં.હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અશાંતિને રોકવા માટે ચટ્ટોગ્રામ અને રંગપુરમાં ઇમર્જન્સી લાદવાની પણ માગણી કરાઈ છે. હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં આ બંને શહેરોમાં હિંદુઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. હાઇકોર્ટે જાણવા માંગ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનની તાજેતરની પ્રવૃત્તિઓ અંગે શું પગલાં લીધાં છે. કોર્ટે એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાનને ગુરુવારે સરકારના પગલાં વિશે કોર્ટને જાણ કરવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને બેન્ચ સમક્ષ ઈસ્કોન અંગેના બે અખબારના અહેવાલો કોર્ટમાં રજૂ કર્યા પછી હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો.ઢાકા એરપોર્ટ પર ૨૫ નવેમ્બરે અગ્રણી હિન્દુ અને ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ કરાઈ હતી. તેનો હિંદુઓ વિરોધ કરી રહ્યાં છે. ધાર્મિક લઘુમતીઓના અધિકારો અને સુરક્ષાની હિમાયત કરવા માટે જાણીતા સાધુ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે અને જામીન નકારવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા હતા. આ પછી હિન્દુઓ વિરોધ કરી રહ્યાં છે.ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન પોલીસના એડિશનલ કમિશનર કાઝી મોહમ્મદ તારેક અઝીઝે જણાવ્યું હતું કે સેના અને અર્ધલશ્કરી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) ટુકડીઓ અને પોલીસ દ્વારા રાત્રે સંયુક્ત દરોડા પાડીને શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે મંગળવારે વકીલની હત્યાની નિંદા કરી હતી લોકોને શાંત રહેવા અને કોઈપણ અપ્રિય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી દૂર રહેવાનો અનુરોધ કર્યો હતો. યુનુસે કાયદા અમલીકરણ એજન્સીઓને તમામ સંવેદનશીલ પડોશ વિસ્તારો સહિત બંદર શહેરમાં સુરક્ષા વધારવાનો આદેશ પણ આપ્યો હતો.દરમિયાન, વચગાળાની સરકારના સલાહકાર નાહિદ ઇસ્લામે મંગળવારે મોડી રાત્રે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ચટ્ટોગ્રામમાં એડવોકેટ સૈફુલ ઇસ્લામની હત્યા કરનારા આતંકવાદીઓને ચોક્કસપણે સખત સજાનો સામનો કરવો પડશે. તેમણે આશ્રેપ કર્યો હતો કે ચિન્મય કૃષ્ણના સમર્થકો દ્વારા વકીલની હત્યા કરાઈ હતી.બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓની વસ્તી માત્ર વસ્તીના માત્ર ૮ ટકા છે, ૫ ઓગસ્ટના રોજ શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછીથી હિન્દુઓ પર ૫૦-જિલ્લાઓમાં ૨૦૦થી વધુ હુમલાઓ થયા છે.

    Bangaladesh ISKCON
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Nigeria માં ઇસ્લામિક આતંકવાદીઓએ ૧૧ લોકોની હત્યા કરી, ઘરોમાં આગ લગાવી

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પની વિનંતી પર Iran માં આઠ મહિલા વિરોધીઓને હવે ફાંસી આપવામાં આવશે નહીં

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાની બેન્કોના ખાતેદારોએ હવે સિટીઝનશિપનું પ્રુફ આપવું પડશે

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી, દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    હવામાં સેલ્ફી લેવી મોંઘી પડી! પાયલોટની એક ભૂલના કારણે Two Planes વચ્ચે ટક્કર

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.