Vadodara,તા.30
સુરતના કામરેજ ખાતે દાદા ભગવાન મંદિર નજીક ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતો વિમલ મહેશ સોલંકી ઉંમર વર્ષ 35 વડોદરા નજીક આવેલા રૂવાદ ગામે પિયરમાં રહેવા માટે આવેલ પત્ની રેશમા અને બાળકોને તેડવા માટે આવ્યો હતો, પરંતુ પત્ની રેશ્માએ સુરત ખાતે સાથે આવવાની ના પાડી હતી. જેથી વિમલને મનમાં લાગી આવ્યું હતું અને તેણે તારીખ 26 ના રોજ સવારે સાસરી રૂવાદ ગામે આવેલા મેલડી માતાના મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

