Morbi,તા.03
ભરતનગર ગામ નજીક ૩૯ વર્ષીય મહિલા રોડ ક્રોસ કરતી હોય ત્યારે ટ્રક કન્ટેનર ચાલકે મહિલાને ઠોકર મારતા પડી જતા ટ્રકનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક રેઢો મૂકી ચાલક નાસી ગયો હતો
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હિતેશભાઈ મુકુંદભાઈ વ્યાસે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૨ ના રોજ ફરિયાદીના પત્ની નેહલબેન (ઉ.વ.૩૯) વાળા ભરતનગર ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક કન્ટેનર ચાલકે હડફેટે લેતા નેહલબેન રોડ પર પડી ગયા હતા અને ટ્રક કન્ટેનરનું ટાયર ફરી વળતા થાપના ભાગે ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક કન્ટેનર રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
Morbi માળિયા ત્રણ રસ્તા પાસે ટ્રક અને બાઈક અથડાતા રેલ્વે કર્મચારીને ઈજા
માળિયા ત્રણ રસ્તા નજીક બાઈક લઈને રેલ્વે કર્મચારી જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારતા યુવાનને પગમાં તેમજ પંજાના ભાગે અને પાસ્ડીમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ હરિયાણાના વતની અને હાલ માળિયા રેલ્વે કોલોનીમાં રહેતા સંદીપકુમાર સુગનચંદ કૌશિકે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રેલ્વેમાં ફરજ બજાવતા ધવલકુમાર પોતાનું બાઈક લઈને વાધરવા રેલ્વે ટ્રેકના નિરીક્ષણ માટે જતા હતા ત્યારે માળિયા (મી.) ત્રણ રસ્તા પાસે કન્ટેનર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં ધવલકુમારને પગના, પંજાના ભાગે તમેજ પાસડીમાં ઈજા કરી હતી માળિયા પોલીસે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના મહિકા નજીક કારની ઠોકરે બાઈક સવાર બેને ગંભીર ઈજા
મહિકા ગામ નજીક ડબલ સવારી બાઈકને કાર ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી
વાંકાનેરના કણકોટ ગામનો રહેવાસી અશદુલ્લાહાસમી મોહમદહુસેન શેરશીયાએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અશદુલ્લાહાસમી અને શાહિદખાન બંને બાઈકમાં મહિકા ગામ નજીકથી જતા હતા ત્યારે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે