(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૧૧
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. મૂળી પોલીસ મથકના ગંભીર પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.ઘટનાની વિગત મુજબ, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી સુરેન્દ્રનગર વિસ્તારમાં આવી રહ્યો છે.
જેના આધારે ટીમે વોચ ગોઠવી સુરેન્દ્રનગરના ટાગોરબાગ પાસેથી વાવ-થરાદના બીયોક ગામના આરોપી પરેશ રૂપસિંહભાઈ લુહારને હસ્તગત કર્યો હતો.છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર ભાગતા આ આરોપીની ધરપકડ કરી, સુરેન્દ્રનગર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને મૂળી પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીથી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

