Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો
    જામનગર

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોટરસાયકલને રિક્ષા અથડાતાં થયેલા ઝઘડામાં એકને ગંભીર ઇજા; ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    Jamnagar શહેરમાં રિક્ષા અને મોટરસાયકલ અથડાવવાની સામાન્ય બાબત ઉગ્ર ઝઘડામાં ફેરવાતા એક યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ ટીટોડીવાડી સિલ્વર સોસાયટીમાં રહેતા સકીલભાઈ અબ્બાસભાઈ સુમરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બપોરના સમયે તેમના ઘરની બહાર અવાજ આવતાં બહાર નીકળતાં જુનેદ જાનમામદ બ્લોચની રિક્ષા તેમની મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ બાબતે ઠપકો આપતાં જુનેદ ગાળો બોલવા લાગ્યો અને થોડા સમય બાદ પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈને પરત આવ્યો હતો. તેની સાથે કામીલ છરી લઈને આવ્યો હતો, જ્યારે ફાતમાબેન તથા કામીલની માતા પણ ત્યાં પહોંચી ગાળો બોલવા લાગી હતી.

    આ દરમિયાન ફરિયાદીના માસીના દીકરા મોઈને વચ્ચે પડી ગાળો બોલવાની ના પાડતાં કામીલે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ મોઈનને વાંસાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા તેમજ છાતીના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કરતાં બચાવ દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠા પાસે અને બંને હોઠ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ જુનેદે લોખંડના પાઈપ વડે મોઈનના બંને પગ પર માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જતાં જતાં જુનેદે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

    ઇજાગ્રસ્ત મોઈનને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર અને તપાસ દરમિયાન છરીનો આગળનો ભાગ વાંસાના ભાગમાં અંદર રહી ગયો હોવાનું તેમજ ઇજા ગંભીર અને જીવલેણ હોવાનું ડોક્ટરોએ જણાવતાં તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે જુનેદ જાનમામદ બ્લોચ, કામીલ, ફાતમાબેન તથા કામીલની માતા સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    જામનગર

    Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ

    July 11, 2026
    જામનગર

    Jamnagar સિક્કામાં પરણિત મહિલાને ત્રિપલ તલાક આપ્યાની ફરિયાદઃ પતિ સામે ગુનો નોંધાયો

    July 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી

    July 11, 2026
    જામનગર

    ઇન્ડિયન લાયોનેસ કલબ Jamnagarની ભક્તિમય યાત્રાઃ સોમનાથમાં ધ્વજારોહણ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.