Mangrol,તા.૭
માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર ફાટક પાસે સ્કુટર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં પુત્ર અને પતિની નજર સામેજ મહીલા નું મૃત્યુ થયેલ છે જ્યારે ચાર વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ થયો છે 108 મારફતે મહીલા નાં મૂર્તદેહ માંગરોળ હોસ્પીટલ લાવવામાં આવ્યો હતો મહીલાના મોતને પગલે કેશોદના જોગી પરીવારમાં શોક છવાઈ જવા પામેલ છે અકસ્માત ની જાણવા મળતી વિગતો પ્રમાણે કેશોદથી સ્કુટર પર શિવભાઈ જોગી પોતાની પત્ની અને પુત્રને બેસાડી માંગરોળનાં શીલ ગામે આવતા હતા તે દરમિયાન રુદલપુર ફાટક પાસે ટ્રકે હડફેટે લેતા સ્કુટર માં પાછળ બેસેલા શિવ ભાઈના પત્ની કાજલ બેન ટ્રકના ટાયરમા આવી જતા કાજલ બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ચાર વર્ષિય પુત્રી નો ચમત્કારીક બચાવ થયો છે, બાઈક ચાલક શિવ ભાઈ અને ચાર વર્ષિય પુત્રી ની નજર સામેજ કાજલ બહેન જોગી નું મોત થતાં વાતાવરણ ગમગીન બન્યું હતું, આ ઘટનાને પગલે લોકો એકઠા થયા હતા અને 108 મારફતે મહીલા ના મૃતદેહ ને માંગરોળ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો મૃતક મહિલા નું પિયર શીલ હોય , બનાવ ની જાણ થતાં શીલ સરપંચ જયેશ ચુડાસમા સ્થળે અને હોસ્પિટલે પછી જરૂરી મદદ કરી હતી પોલીસે ટ્રક ચાલક ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે