Ahmedabad,તા.૯
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. જેમાં જીપીએસસી દ્વારા અધિક સીટી ઈજનેર વર્ગ ૧ અને મદદનીશ ઈજનેર વર્ગ ૨ ની તારીખ જાહેર કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઈજનેર, સાયન્સિટ ઓફિસર, મદદનીશ બાગાયત નિયામક, મદદનીશ નિયંત્રક કાનૂની માપ સહાયક અને ગ્રાહક સુરક્ષા અધિકારીની તારીખ જાહેર કરવામાં આવી છે. જીપીએસસીએ ૯ જાહેરાતોની ૨૩ ફ્રેબુઆરી ના પ્રાથમિક કસોટી યોજવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે સરકારના સમય અને નાણાં ન વેડફાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંમતિપંત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે. જોકે, ઉમેદવારો પાસેથી સંમતિ પત્રક નિમિત્તે સંસ્થા કોઈપણ પ્રકારની ફી નહીં લે.