૯૨૪ બોટલ શરાબની ૩૩૬ બિયરના ટીમ અને વાહન મળી ૬.૫ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો, કાના બઢિયાની શોધ ખોળ
Anjar તા.૧૦
પૂર્વ કચ્છ ગાંધીધામ ના અંજાર પોલીસ મથક વિસ્તારના શાંતિધામ નજીકથી ખોટા હાથી માંથી રૂપિયા ૩.૬૫ લાખની કિંમતના ૪૫૬ બોટલ વિદેશી દારૂ અને બીયર મળી આવતા પોલીસે દારૂ અને વાહન મળી રૂપિયા ૬.૬૪ લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કરી નાસી ફૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામ વિસ્તારમાં દારૂ અને જુગારની બધી ડામી દેવા એસપી સાગર બાગમર દ્વારા આપેલી સુચના ને પગલે અંજાર પોલીસ મથકના પી.આઈ એઆર ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શાંતિ શાંતિધામ વિસ્તારમાં રહેતો કાન વેલા બઢિયા નામનો શખ્સ જીજે ૩૯ ટી ૩૧૧૬ નંબર ની છોટા હાથી માં વિદેશી દારૂ ભરીલુ વાહન પોતાના ઘર પાસે હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ જે.એસ.ચુડાસમા સહિતના સ્ટાફે દરોડ પાડ્યો હતો દરોડા દરમિયાન ઘર પાસે પાર્ક કરેલું છોટા હાથીની તલાસી લેતા જેમાંથી રૂપિયા ૩.૬૫ લાખની કિંમતના ૯૨૪ બોટલ વિદેશી દારૂ અને ૩૩૬ બિયરના ટીન મળી આવતા પોલીસે દારૂ બિયર અને વાહન મળી રૂપિયા ૬.૬૫ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરોડાની ગંધ આવી જતા નાસિક છૂટવામાં સફળ રહેલા કાના બઢિયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.