રેતી વહન કરતા ત્રણેય ડમ્પર ઝડપી વાંકાનેર પોલીસ મથકે રખાયા : કાયદેસરની કાર્યવાહી શરૂ
Morbi, તા.૩૦
મોરબી ખનીજ વિભાગે વહેલી સવારે સપાટો બોલાવી વાંકાનેરમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા ત્રણ ડમ્પર ઝડપી લેતા ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર આજે વહેલી સવારના સમયે ભુસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરની સૂચનાથી તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના મેસરીયા ખાતે આકસ્મિક રોડ ચેકિંગ કરતાં ત્રણ ડમ્પર અનુક્રમે જીજે-13-એડબ્લ્યુ-6451 જીજે-03-બીઝેડ-4549 તેમજ જીજે-03-બીવી-6748 નંબરો વાળા ડમ્પરોને સાદી રેતી ખનીજનાં રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડી સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે મુકવામાં આવેલ છે.
એકબાજુ ખનીજ વિભાગ દ્વારા હવે આ ત્રણેય ડમ્પર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જયારે બીજી બાજુ વહેલી પાડવામાં આવેલા દરોડાથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા માફિયાઓના ફફડાટ મચી જવા પામ્યો છે.