Manavadar, તા.૧૩
જુનાગઢ જીલ્લાના કોંગ્રેસી મહામંત્રી વી.ટી.સીડાની યાદીમાં જણાવેલ કે જૂનાગઢ જિલ્લાના વંથલી સીટીમાંથી પસાર થતા માણાવદર પોરબંદર તરફ જતા રોડ ઉપર નરેડી ગામ નજીક પસાર થાય છે. જેમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે જે રસ્તો વળાંક વાળો રસ્તો છે જેથી અનેક અકસ્માતો થાય છે તેને બાયપાસ રોડ બનાવવા માટેની માંગ કરી છે. જેથી રસ્તાને સીધો બનાવી વળાંક કાઢી નાખવામાં આવે તો અકસ્માતો નિવારી શકાશે. તેવી રીતે વંથલી ગામમાંથી પસાર થતા રોડમાં અનેક વણાંકવાળો રસ્તો છે જે રસ્તો બાયપાસ રોડ સીધો દિલાવર નગર પાસે કાઢી ફોર ટ્રેક સાથે જોડી દેવામાં આવે તો અકસ્માતો નિવારી શકાય તેમ છે વંથલી ગામ કાયમી અકસ્માતો નિવારી શકાશે ટ્રાફીકજામ સમસ્યા દૂર થશે. જેથી વારંવાર પ્રજાને નુકસાની વેઠવી પડે તે ઉકેલ આવશે ઈમર્જન્સી વાહનો સીધા હાઈવે પરથી દર્દીને દવાખાને ખસેડવામાં મદદ થશે માનવ જિંદગી બચાવવા મોટી કામગીરી થઈ શકે. યુદ્ધ કે કુદરતી આપતી વખતે સારા રસ્તા કામ આવે અનેક માનવ જિંદગી બચાવવા ટ્રાફિક નિવારવા પેટ્રોલી-ડીઝલ સીએનજી બચત થશે તેવી માંગ સાથે કોંગ્રેસ નેતા વી.ટી.સીડાએ વંથલી એ નરેડી બન્નેમાં બાયપાસ રોડ બનાવવા માંગ છે.

