Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે
    • Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
    • 26 એપ્રિલનું રાશિફળ
    • 26 એપ્રિલનું પંચાંગ
    • Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત
    • છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court
    • ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા
    • અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jakhau નજીકથી ઝડપાયેલા ૩૮૪ કરોડના હેરોઇન કેસમાં ૬ પાકિસ્તાનીને ૨૦ વર્ષની સજા
    સૌરાષ્ટ્ર

    Jakhau નજીકથી ઝડપાયેલા ૩૮૪ કરોડના હેરોઇન કેસમાં ૬ પાકિસ્તાનીને ૨૦ વર્ષની સજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhujતા.૨૫

    જખૌ બંદર નજીકથી ઝડપાયેલા કરોડો રૂપિયાના હેરોઇન કેસમાં ભુજ ની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧માં પકડાયેલા હાઈપ્રોફાઈલ હેરોઈન ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા ૬ પાકિસ્તાની નાગરિકોને કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ દરેક આરોપી પર રૂપિયા ૨ લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશ આપવા આ સજા આવશ્યક છે.

    કેસ અંગે વિગતો એવી છે કે વર્ષ ૨૦૨૧માં આતંકવાદ વિરોધી દળની ટીમને ચોક્કસ દ્વારા માહિતી મળી હતી કે પાકિસ્તાનના કરાંચી બંદરેથી “અલ હુસેની” નામની બોટ મારફતે મોટા પ્રમાણમાં હેરોઇન ડ્રગ્સનો જથ્થો ભારતીય જળસીમામાં ઘુસાડવાનો પ્રયાસ થવાનો છે. આ માહિતીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ૧૮ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન દરિયામાં નજર રાખતા ૨૦ ડિસેમ્બરની વહેલી સવારે શંકાસ્પદ બોટને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બોટમાં બેઠેલા ૬ પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

    પકડાયેલા આરોપીઓ મોહમદ ઇમરાન મોહમ્મદ તારીક વાઘેર, દાનિસ મોહમ્મદ હુશેન કચ્છી વાઘેર ,સાગર મોહમ્મદ કચ્છી વાઘેર,ઇસ્માઇલ ઇબ્રાહીમ બડાલા, મોહમદ સાજીદ મોહમ્મદ હુશેન યાકુબલાલા કુંગરા, અશ્ફાક મોહમ્મદ ઇશાક વાઘેર જેઓ મૂળ કરાંચી પાકિસ્તાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તપાસ કરતા બોટમાંથી પાંચ મોટા થેલામાં છુપાવવામાં આવેલ કુલ ૭૬.૯૩૬ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ૩૮૪ કરોડ જેટલી ગણવામાં આવી હતી. આ મામલે એટીએસ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને વિગતવાર તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

    કોર્ટમાં પ્રોસિક્યુશન સરકારી વકીલ એચ બી જાડેજા દ્વારા ૨૦૩ દસ્તાવેજી પુરાવા અને ૧૩ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષ તરફથી પણ કોર્ટે રજૂઆત મુકવામાં આવી હતી. જોકે તમામ મહત્વની દલીલો ધ્યાને લઇ અને ડ્રગ્સના દુષણને ગુજરાતમાં આવતા અટકાવવા માટે આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. અને ભુજની વિશેષ એનડીપીએસ કોર્ટના જજ વી.એ. બુદ્ધે છ આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીઓને બે લાખ રૂપિયાના દંડ ની સજા ફટકારી હતી. ચુકાદામાં કોર્ટએ નોંધ્યું કે આ પ્રકારના નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર દ્વારા દેશના યુવાનોને નિશાન બનાવવામાં આવે છે અને તે દેશની આંતરિક સુરક્ષાને ગંભીર અસર પહોંચાડે છે. તેથી આવી પ્રવૃત્તિઓને કડક રીતે દમન કરવાની જરૂર છે.

    Bhuj Bhuj NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: કોઈ પણ સમસ્યા હોય તો હું અહીં બેઠો છું, Purushottam Solanki

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Dhorajiના બહારપુરામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધનું મોત

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ ઝડપાયો

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jamkandorana-Virpur પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપ્યો

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026

    26 એપ્રિલનું પંચાંગ

    April 25, 2026

    Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત

    April 25, 2026

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.