Rajkot,,તા.20
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ કડકડતી ઠંડી યથાવત રહેવા પામી હતી. ખાસ કરીને આજે પણ નલિયા અને રાજકોટ ઠંડાબોળ રહ્યા હતાં.નલિયામાં સવારે 6.4 ડિગ્રી, તથા રાજકોટમાં 9.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે તિવ્રઠંડી અનુભવાઈ હતી.આ ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 13.4 અમરેલીમાં 12.6, વડોદરામાં-14.6, ભુજમાં 10.2, દમણમાં-17, ડિસામાં 12.9, દિવમાં 12.1, દ્વારકામાં 16.2, ગાંધીનગરમાં 11.5,કંડલામાં 13.5, ઓખામાં 19.2, પોરબંદરમાં 14, સુરતમાં 16.8, તથા વેરાવળમાં 15.4, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયો હતો.
જયારે ભાવનગરમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો થયો છે.ભાવનગર શહેરમાં આજે ગુરુવારે લઘુતમ તાપમાન 15.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 55 ટકા રહ્યું હતું .જ્યારે પવનન ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 2 ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો 26.5 ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.
જેને પગલે રાતથી લઈને વહેલી સવાર સુધી ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર વધારે ઠંડક અનુભવાઈ હતી. જેને પગલે રોડ પર સ્વયમ સંચાર બંધી જોવા મળી હતી.
કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઊઠ્યા છે. જામનગરમાં પવનની તેજગીતીના કારણે વધારે ઠંડી અનુભવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં પવનની ગતિમાં 2 કિમીના વધારા સાથે 5.8 કિમિ નોંધાઇ હતી. જ્યારે લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. તો મહત્તમ તાપમાન નો પારો 26.5 ડીગ્રી એ સ્થિર થયો હતો. ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા નોંધાયું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 5.8 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.