Pakistan, તા.21
પાકિસ્તાનના ખૈબર પખ્તુનાવામાં આજે વધુ એક આત્મઘાતી હુમલો થયો હતો. આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો સાથેની કાર સુરક્ષા ચોકીમાં ઘુસાડીને વિસ્ફોટ કરતાં 17 સૈનિકોના મોત થયા હતા.
આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથ હાફિઝ ગુલ બહાદુર જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો હતો.
જેમાં ઓછામાં ઓછા 17 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. વિસ્ફોટ બાદ ફાયરિંગ પણ થયા હતા જેના કારણે ઘાયલોની સંખ્યામાં વધુ વધારો થયો હતો .