Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    • Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli સોશિયલ મીડિયામાં એક નકલી લેટરપેડમાં લખાણ કરવાનો ગુન્હો 
    સૌરાષ્ટ્ર

    Amreli સોશિયલ મીડિયામાં એક નકલી લેટરપેડમાં લખાણ કરવાનો ગુન્હો 

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 28, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli, તા.28

            ગુજરાત રાજયના વિભાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે, ષડયંત્ર રચી સોશિયલ મીડિયામાં એક નકલી લેટરપેડમાં લખાણ કરવાનો ગુન્હો અમરેલી સીટી પોલીસમાં દાખલ થતાં અમરેલી એલ.સી.બી. ટીમે એક મહિલા સહિત ચાર ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

               આ બનાવમાં ગત તા.૨૭ નાં કોઈ અજાણ્યા ઇસમે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના  કિશોરભાઈ આર. કાનપરીયાના નામ તથા હોદ્દા વાળો બનાવટી લેટરપેડ કપટ પુર્વક બનાવી જેમાં કિશોરભાઈ તથા ગુજરાત રાજયના વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે એનકેન પ્રકારે ખોટા આક્ષેપો વાળુ કોમ્પ્યુટરાઇઝ લખાણ, ખોટી સહી કરી, પ્રમુખ તાલુકા પંચાયત, અમરેલીના હોદ્દાનો ખોટો સ્ટેમ્પ (સીક્કો) બનાવી, લેટરપેડમાં સહી નીચે સ્ટેમ્પ (સીક્કો) લાગી, ખોટુ લખાણ કિશોરભાઈ કાનપરીયાના ધ્યાન બહાર તેના નામથી બનાવી, લોકોમાં ભય ફેલાવી ગભરાટ પેદા કરવાના ઇરાદે તેમજ કિશોરભાઈ કાનપરીયા નામ વાળો લેટરપેડનો પત્ર જેને ઉદ્દેશીને લખેલ છે તેને છેતરવાના ઇરાદે ખોટા લખાણ વાળુ લેટરપેડ જે બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતા અન્ય લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારીત કરી ગુનો કરેલ હોય, જે અંગે કિશોરભાઈ રવજીભાઇ કાનપરીયા, રહે.વિઠ્ઠલપુર (ખંભાળીયા) (તા.જિ.અમરેલી) વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૪૦૮૩૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૩૬(૩), ૩૩૬(૪), ૩૪૦(૨), ૩૫૩(૧)(બી), ૩૫૬(૨), ૩૫૬(૩), ૩૧૯(૨) તથા ઇન્ફોર્મેશન ટેકનોલજી એકટ ૨૦૦૦ ની કલમ ૬૬ (ડી) મુજબની ફરિયાદ નોંધાવેલ હતી.

                    આ બનાવ અંગે ભાવનગર રેન્જ આઈ.જી.એ સાયબર ક્રાઇમ લગત ગંભીર અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ ઉપરોક્ત સોશિયલ મીડીયા લગત ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ઉપરોકત વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ ટીમને જરૂરી માર્ગદશર્ન આપેલ હતું.

                જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એ.એમ. પરમારની રાહબરી હેઠળ ઉપરોકત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પત્ર અંગે દાખલ થયેલ સાયબર ક્રાઈમ ગુનાના આરોપીઓને ટેકનીકલ રીતે તપાસ કરી અમરેલીના લીલીયા રોડ, ખોડલધામ સોસાયટી ૩,માં રહેતા મનિષકુમાર ચતુરભાઈ વઘાસીયા, અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર (ખંભાળીયા) ગામે રહેતી પાયલબેન અશ્વિનભાઈ ગોટી, અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે રહેતા અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા તથા જીતુભાઈ બાવચંદભાઈ ખાત્રા નામના આરોપીને શોધી કાઢી, તમામ આરોપીઓને પકડી પાડી,  ગણતરીની કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં, સાત લાખની ચોરી

    April 29, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan: ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા, રૂ.1.04 લાખની મત્તાની ચોરી

    April 29, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanમાં મૈત્રી કરાર કરી દેવાની ના પાડનાર વકીલની ઓફિસમાં તોડફોડ, ગુનો નોંધાયો 

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026

    Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.