Keshod,તા.2
કેશોદના મઢડા ગામ તથા કેશોદના કરેણી ગામે ખાતે આઈશ્રી સોનલમાંના 101માં જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.આજે સોનલમાંના 101માં જન્મદિવસના ઉત્સવ પ્રસંગે હવન યજ્ઞ તથા સમુહ પ્રસાદ અને રાત્રીના નાંમાકિત કલાકારોની ઉપસ્થિતમાં કરેણી ખાતે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ મઢડા ગામ ખાતે પણ આઈશ્રી સોનલમાંના જન્મ દિવસ ને લયને અનેક કાયેકમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ દેશ વિદેશમાંથી હજારો માઈ ભક્તો સોનલધામ ખાતે આવી પહોંચી અને આ ધાર્મિક કાયેકમમાં ભાગ લીધો હતો.