Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    • Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
    • કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
    • વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1
    • San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
    • Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી
    • મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અડધુ America બરફ હેઠળ : અનેક રાજયોમાં કટોકટી જાહેર
    આંતરરાષ્ટ્રીય

    અડધુ America બરફ હેઠળ : અનેક રાજયોમાં કટોકટી જાહેર

    Vikram RavalBy Vikram RavalJanuary 6, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.6
    માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના અનેક વિસ્તારો કાતિલ ઠંડીમાં થીજી ગયા છે. અમેરિકા-યુરોપમાં બરફના તોફાને કાળોકેર મચાવ્યો છે, જેના કારણે 2000થી વધુ ફલાઈટો રદ કરવી પડી છે. રેલવેની પણ આવી જ હાલત થઈ છે. લોકોને ઘરમાં રહેવા સલાહ અપાઈ છે. બીજી બાજુ હવામાન વિભાગે 2400 કિલોમીટર વિસ્તારમાં બરફના તોફાનની ચેતવણી આપી છે. બરફનું ભયાનક તોફાન વરસાદને પણ લાવશે.

    ઉત્તર ભારત જ નહીં હાલ સમગ્ર દુનિયાના અનેક વિસ્તારો હાડ થીજાવતી ઠંડીમાં જકડાયા છે. યુરોપ અને અમેરિકામાં રવિવારે બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર યુરોપમાં રવિવારે ભારે હિમવર્ષા અને ઠંડાગાર વરસાદે ભારે તારાજી સર્જી હતી.

    યુરોપમાં બરફના તોફાનના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો અટકવાઈ ગયા હતા. અમેરિકામાં પણ બરફના તોફાને કરોડો લોકોને ઘરોમાં કેદ થવા મજબૂર કરી દીધા છે.

    વધુમાં તોફાનના કારણે વીજપૂરવઠો ખોરવાતા લોકોએ અંધરાપટમાં રહેવું પડશે. શનિવારથી શરૂ થયેલું આ તોફાન સોમવાર સુધી અમેરિકાને ઘમરોળશે. બરફના તોફાનના કારણે પશ્ચિમ અમેરિકામાં 2000 જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

    બરફ જામતા અનેક વિસ્તારો અળગા થયા
    બ્રિટનના ઉત્તરીય વિસ્તારોમાં 40 સેન્ટીમીટર જેટલો બરફ જામી જતા ગ્રામીણ વિસ્તારો અળગા પડી ગયા હતા અને વ્યાપક પ્રમાણમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. નેશનલ ગ્રિડએ બર્મિંગહેમ, બ્રિસ્ટલ અને કાર્ડિફ જેવા વિસ્તારોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરવા અથાક પ્રયાસો કર્યા હતા. લગભગ તમામ રમતગમતના કાર્યક્રમો રદ કરાયા હતા, જો કે લિવરપૂલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચેની પ્રીમિયર લીગ મેચ અંતિમ નિરીક્ષણની રાહ જોઈ રહી છે.

    બ્રિટનમાં પરિવહન ઠપ્પ
    બ્રિટનમાં ભારે હિમવર્ષાથી અનેક એરપોર્ટને અસર થઈ હતી. લિવરપૂલના જોન લેનન એરપોર્ટ અને માનચેસ્ટર એરપોર્ટના રનવે હંગામી રીતે બંધ કરી દેવાયા હતા. લીડ્સ બ્રેડફોર્ડ એરપોર્ટનું સંચાલન પણ સ્થગિત કરી દેવાયું હતું. સાવચેતી ખાતર બંધને કારણે માર્ગ પરિવહનમાં વિક્ષેપ સર્જાયો હતો અને ખાસ કરીને પરિવારો તેમજ વિદ્યાર્થીઓ રજાની છૂટ્ટીમાંથી પાછા ફરતા હોવાથી અનેક ઠેકાણે અટકી પડેલા વાહનોને કારણે અફરાતફરી મચી ગઈ હતી.

    જર્મનીમાં બ્લેક આઈસરની ચેતવણી
    રેલવેની પણ આવી જ હાલત થઈ હતી અને અનેક ટ્રેનો રદ કરાઈ હતી તેમજ કાર્યોના દિવસે પણ વિક્ષેપો સર્જાઈ શકે તેવી ચેતવણીઓ આપવામાં આવી હતી. હવામાન વિભાગે ઉત્તર ઈંગલેન્ડ અને સ્કોટલેન્ડમાં ભારે હિમવર્ષાની આગાહી કરી હતી જ્યારે દક્ષિણમાં ઠંડાગાર વરસાદ પછી હવામાન મધ્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી. ઉપરાંત દક્ષિણ ઈંગલેન્ડમાં ટોવ અને એવન નદીઓમાં પૂરની આઠ ચેતવણી આપવામાં આવી હતી.

    શિયાળુ હવામાન દક્ષિણ-પશ્ચિમ તરફ વળતા જર્મનીમાં પણ આવી જ મુશ્કેલીઓ સર્જાઈ હતી. પ્રશાસને બ્લેક આઈસની ચેતવણી આપીને નાગરિકોને ઘરમાં જ રહેવાની ભલામણ કરી હતી. બ્લેક આઈસમાં રસ્તા અને પાણી પર નજરમાં ના આવે તેવી બરફની પાતળી પડ જામી જાય છે જેના કારણે ગંભીર અકસ્માતનું જોખમ છે.

    અમેરિકામાં ન્યુયોર્કથી મિસીસીપી સુધી સફેદ ચાદર છવાઈ
    ફ્રેન્કફર્ટ એરપોર્ટમાં 120 ફ્લાઈટ રદ થઈ હતી જ્યારે મ્યુનીક એરપોર્ટ એક જ રનવે સાથે ચાલુ રખાયું હતું. રસ્તાઓની હાલત પણ ખરાબ હતી અને હેમિનજેન નજીક આઠને ઈજા પમાડતી બસ દુર્ઘટના સહિત અનેક અકસ્માતો સર્જાયા હતા. ફ્રેન્કફર્ટમાં લાંબા અંતરની ટ્રેનોમાં પણ અનિયમિતતા સર્જાઈ હતી. તીવ્ર હવામા સામે ઈન્ફ્રાસ્ટ્રકચરની નબળાઈ છતી થઈ છે અને સમગ્ર યુરોપ સહિત આ બંને દેશોએ આગામી દિવસોમાં સતત વિક્ષેપ સર્જતી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

    દરમિયાન અમેરિકામાં પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, 1500 માઈલ એટલે કે 2400 કિ.મી. વિસ્તારમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે ભારે હિમવર્ષા, બરફનું ભયાનક તોફાન અને વરસાદ આવશે. આ તોફાનના કારણે અમેરિકામાં 6 કરોડથી વધુ લોકોએ ઘરોમાં કેદ રહેવું પડશે.

    અમેરિકાની પૂર્વે શનિવારથી શરૂ થયેલું આ તોફાન પશ્ચિમ અમેરિકા સુધી સોમવાર સુધી ચાલશે. પૂર્વ અમેરિકામાં ન્યૂયોર્કથી ફ્લોરિડા અને મિસીસીપી સુધી સફેદ ચાદર છવાઈ રહી છે. તેવામાં હવામાન વિભાગે, બરફનાં પ્રચંડ તોફાનની આગાહી કરી દીધી છે. ઠંડાગાર બર્ફીલા પવનોને લીધે વિમાન વ્યવહાર તેમજ માર્ગ વાહન વ્યવહાર સ્થગિત થઇ ગયો છે.

    અમેરિકામાં બરફના અઢી ફુટના થર જામ્યા
    ઉત્તર પૂર્વમાંથી આવતા ઠંડાગાર લેબ્રેડોર કરન્ટને લીધે બરફનું વાવાઝોડું ઉત્તર-પૂર્વ અમેરિકાથી છેક એટલાન્ટિક તટનાં ફ્લોરિડા અને ગલ્ફ ઓફ મેક્સિકોનાં તટે રહેલા મિસીસીપી રાજ્ય સુધી સોમવારે ફરી વળવાની નેશનલ વેધર સર્વિસે આગાહી કરી છે. આથી દેશના પૂર્વ ભાગમાં રહેતા છ કરોડથી વધુ લોકોને સીધી અસર થવાની સંભાવના છે.

    નેશનલ વેધર સર્વિસનાં કેન્સાસ સ્થિત કેન્દ્રએ વધુમાં ચેતવણી ઉચ્ચારી છે કે, પશ્ચિમ કન્સાસ, ઉપરાંત ડેલવર સુધી એટલાન્ટિક તટના સમગ્ર 1500 માઇલના પટ ઉપર તત્કાળ અસર થવા પૂરો સંભવ છે. તે જણાવે છે કે, આ બરફનાં તોફાનની સાથે પ્રચંડ ગતિએ ફૂંકાનારા પવનોને લીધે સેન્ટ્રલ પ્લેઇન્સથ મિડ એટલાન્ટિક સુધીનો વિસ્તાર જે અત્યારે પણ બરફની ચાદર નીચે છે તે આ તોફાનને લીધે ઠુંઠવાઈ જવાનો છે. આ દેશનો હેવીએસ્ટ સ્નોફોલ થવા સંભવ છે.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે પૂર્વ અમેરિકાના કેટલાયે વિસ્તારોમાં અત્યારે બબ્બે ફીટના બરફના થર જામી ગયા છે. હવે આ બરફનું તોફાન આવતા કેટલું નુકસાન થશે તે કહી શકાય તેમ નથી. અત્યારે જ આ વિસ્તારોમાં વિમાન સેવા તેમજ માર્ગ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

    પૂર્વ અમેરિકામાં હજુ ભયાનક વિન્ટર સ્ટોર્મની આગાહી: 4 થી 5 ઇંચ બરફની ચાદર છવાશે
    બરફના તોફાનથી 60 લાખ લોકોને થશે અસર: અમેરિકામાં આર્કેટિક એર જેવી ડીપફ્રીઝની સ્થિતિ પેદા થશે
    ઈસ્ટર્ન અમેરિકામાં અત્યારે ભયાનક વિન્ટર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આ ભયંકર પરિસ્થિતિના લીધે અહીં હિમ વર્ષા થશે. ચારથી પાંચ ઈંચ સુધી બરફની ચાદરમાં મોટાભાગનું અમેરિકા ઢંકાઈ જશે એની આગાહી કરવામાં આવી છે.

    એટલુ જ નહીં અમેરિકાના કેપિટલ વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં પણ જોરદાર ઠંડી પડશે અને હિમ વર્ષા થશે એની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે અમેરિકામાં પાવર આઉટેજ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે.

    શનિવારથી જ સેન્ટ્રલ અમેરિકામાં વિન્ટર સ્ટોર્મની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં અડધાથી વધુ અમેરિકા પર આની અસર થશે. હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું કે, લાખો લોકોને આની અસર થશે અને ઈસ્ટ અમેરિકામાં ભયાનક વિન્ટર સ્ટોર્મ આવશે. જેના પરિણામે ઠંડી હવાઓ અને સ્નો ફોલ વધી જશે.

    આના લીધે ત્યાં રોજિંદા જીવનમાં જે ટ્રાવેલ કે અન્ય ક્રિયાઓ થતી હશે એના પર પણ માઠી અસર પડશે. આ વિન્ટર સ્ટોર્મની અસર 60 લાખથી વધુ લોકો પર પડી શકે છે. આનાથી ઈસ્ટ અમેરિકા ઠંડુગાર બની જશે. આર્કટિક એર જેવા ડિપ ફ્રીઝ સ્થિતિ ઉત્પન્ન થશે.

    Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.