Ahmedabad,તા.07
અમદાવાદ શહેરમાં તાજેતરમાં ઉતરાયણ નાં તહેવાર બાબતે વાહન ચેકીંગ અને ખાસ ઝુંબેશ દરમિયાન પ્રોહિબિશન નાં બુટલેગરોને ચેક કરવા તથા દેશી વિદેશી દારૂ શોધી કાઢવા શહેરના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જે અંતર્ગત
જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ઝાલા, પીએસઆઇ એ.બી. ગંધા તથા હે.કો. ધર્મદીપસિંહ, અશોકભાઈ, પો.કો. દિલીપભાઈ, રાજદીપસિંહ, સહિત સ્ટાફની ટીમ દ્વારા બાતમી આધારે આરોપી ફુરકાન અહેમદબેગ અમીરબેગ જાતે મિર્ઝા (રહે. અજીમ પાર્ક, સૈયદવાડી પાછળ, મુરલીધર સોસાયટી, વટવા,) ના ઘરે રેઇડ કરવામાં આવતા, વિદેશી દારુ ભરેલ બોટલ નંગ 516 કિંમત રૂ. 2,58,000/- ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, ગુુજરાત ઓફસેટ, વટવા ખાતેથી વિદેશી દારુની બોટલ નંગ-96 કિંમત રૂ. 7680/- ના મુદામાલ સાથે અન્ય આરોપી ઉસ્માન ઉફે કાસમ સુલેમાનભાઇ જાતે-શૈખ (રહે. બાબુલાલ-૨ ચા વાળા ની બાજુમા, વોરાજીના ફ્લેટ સામે, નારોલ)ને પણ પકડી પાડવામાં આવેલ હતો. આમ, વટવા પોલીસ દ્વારા *બે આરોપીઓ પાસેથી માતબર રકમના વિદેશી દારૂના મુદામાલ બાબતે વટવા પોલીસ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહી. એક્ટ મુજબ વટવા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ દ્વારા માતબર રકમનો પકડાયેલ વિદેશી દારૂ ક્યાંથી, કોની પાસેથી લાવેલા અને કોને ડિલિવરી કરવાની હતી તેમજ વિદેશી દારૂના આ બંને ગુન્હામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ બાબત પોલીસ રિમાન્ડ મેળવી, વટવા પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ એ .બી. ગંધા તથા સ્ટાફ દ્વારા પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.