Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran નો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી, દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો

    April 23, 2026

    Petrol-Diesel માં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો

    April 23, 2026

    Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran નો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી, દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો
    • Petrol-Diesel માં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો
    • Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ
    • હવામાં સેલ્ફી લેવી મોંઘી પડી! પાયલોટની એક ભૂલના કારણે Two Planes વચ્ચે ટક્કર
    • Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી
    • Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય
    • ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન
    • અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»24.43 ની એવરેજ ઓસીઝ શ્રેણીમાં બેટરોનું ત્રણ દાયકાનું સૌથી ખરાબ પ્રદર્શન
    ખેલ જગત

    24.43 ની એવરેજ ઓસીઝ શ્રેણીમાં બેટરોનું ત્રણ દાયકાનું સૌથી ખરાબ પ્રદર્શન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sydney,તા.08

    હાલમાં જ પૂરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોના ફ્લોપ જવાની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનની પણ ટીકા થઈ રહી છે. આખી શ્રેણી દરમિયાન મોટાભાગનાં ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતાં જોવા મળ્યાં હતાં.

    જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ રન બનાવ્યાં હોય તેવું પણ નહોતું.  એકંદર આંકડા દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયામાં બેટ્સમેન માટે આ છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી મુશ્કેલ શ્રેણી રહી છે.

    આમાં બંને બાજુના બેટ્સમેનોનો સમાવેશ થાય છે. બેટિંગના દૃષ્ટિકોણથી, કેટલાક કિસ્સાઓમાં આ સીઝન ઓસ્ટ્રેલિયન ટીમ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ રહી છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં કુલ 4080 રન બનાવ્યાં હતાં જેમાં ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેનોએ 2117 રન બનાવ્યાં હતાં જ્યારે ભારતીય બેટ્સમેનોએ 1963 રન બનાવ્યાં હતાં.

    સૌથી ઓછી બેટિંગ એવરેજ 
    બોર્ડર-ગાવસ્કર સિરીઝ 2024 ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં ત્રણ દાયકામાં બેટિંગની દ્રષ્ટિએ સૌથી મુશ્કેલ શ્રેણી રહી છે. છેલ્લાં ત્રણ દાયકામાં ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચોની 10 ટેસ્ટ શ્રેણી રમાઈ છે. છેલ્લી શ્રેણીમાં બેટ્સમેન 24.43 ની બેટિંગ એવરેજથી રન બનાવી શક્યાં હતાં. 

    1995 પછી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં આ સૌથી ઓછી સરેરાશ છે. આ સમગ્ર શ્રેણીમાં માત્ર 15 અડધી સદી ફટકારવામાં આવી હતી, જે 1995 પછી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી પાંચ મેચોની શ્રેણીમાં સૌથી ઓછી છે.

    સમગ્ર શ્રેણીમાં સાત વખત ઇનિંગ્સનો અંત 200થી ઓછા રનનાં સ્કોર સાથે થયો હતો. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં માત્ર બે વખત જ ટીમ 200 થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે. 

    મિડલ ઓર્ડરનો પણ સંઘર્ષ 
    શ્રેણીમાં, બેટ્સમેનોને નવાં અને જૂના બંને બોલ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. શ્રેણીમાં બંને ટીમોનાં ટોપ-3 બેટ્સમેનોની બેટિંગ એવરેજ 25.87 હતી. ત્રણ દાયકામાં આ ચોથી સૌથી ખરાબ સરેરાશ છે. બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 39.32 હતો જે સૌથી ખરાબ છે.

    મિડલ ઓર્ડરનું પ્રદર્શન પણ ઘણું નબળું હતું. આ સ્કોરમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતાં 14 ખેલાડીઓએ 1847 રન બનાવ્યાં હતાં. છેલ્લાં ત્રણ દાયકામાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં મિડલ ઓર્ડર દ્વારા આ સૌથી ઓછાં રનનું યોગદાન છે.  તેની એવરેજ પણ 27.56 હતી.

    ઝડપી બોલરોના નામે 87 ટકા વિકેટો 
    બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં કુલ 165 વિકેટ પડી હતી. તેમાંથી 145 એટલે કે 87 ટકા વિકેટો ઝડપી બોલરોએ લીધી હતી. આ શ્રેણીમાં ઝડપી બોલરોનો સ્ટ્રાઈક રેટ 41.2 હતો, એટલે કે ઝડપી બોલરો લગભગ દરેક 41 માં બોલ પર વિકેટ લેતાં રહ્યાં હતાં. ઝડપી બોલરોની બોલિંગ એવરેજ પણ 23.14 હતી.

    આ સ્ટ્રાઈક રેટ અને એવરેજ 1995 પછી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 10 પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ છે. આ સમયગાળા દરમિયાન, આ સ્ટ્રાઈક રેટ વિશ્વભરમાં રમાતી શ્રેણીમાં પણ શ્રેષ્ઠ છે.

    શ્રેણીમાં સ્પિનરોની ભૂમિકા નહિવત હતી. આખી શ્રેણીમાં બંને ટીમોનાં સ્પિનરોએ માત્ર 255.3 ઓવર જ ફેંકી હતી. તેનાં ખાતામાં માત્ર 19 વિકેટ આવી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં સ્પિનરો દ્વારા લેવામાં આવેલી આ સૌથી ઓછી વિકેટો છે.

    Batter
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ફિટનેસ વિશે સંતોષ થાય ત્યારે જ Mahendra Singh Dhoni મેદાને ઉતરશે

    April 23, 2026
    ખેલ જગત

    IPL 2026 New Trend : વિકેટ વધુ મળી પણ વાઈડ વધી ગઈ

    April 23, 2026
    ખેલ જગત

    Lucknow નો હારનો સિલસિલો યથાવત, લો- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું

    April 23, 2026
    ખેલ જગત

    Abhishek Sharma ને બે ચાન્સ મળ્યાં તે મોંઘા પડ્યા : Akshar Patel

    April 23, 2026
    ખેલ જગત

    મેચ વિનિંગ પ્રદર્શન બાદ Ravindra Jadeja ની પત્નીને ખાસ ભેટ

    April 23, 2026
    ખેલ જગત

    Abhishekએ રેકોર્ડની હારમાળા સર્જી: Virat Kohliથી ક્લાસેન સુધીની `બરાબરી’ કરી

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Iran નો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી, દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો

    April 23, 2026

    Petrol-Diesel માં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો

    April 23, 2026

    Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

    April 23, 2026

    હવામાં સેલ્ફી લેવી મોંઘી પડી! પાયલોટની એક ભૂલના કારણે Two Planes વચ્ચે ટક્કર

    April 23, 2026

    Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

    April 23, 2026

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Iran નો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી, દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો

    April 23, 2026

    Petrol-Diesel માં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો

    April 23, 2026

    Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.