Ahmedabad,તા.૧૫
ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ઉત્તરાયણ હોય અને ગુજરાતમાં ઊંધિયું ન હોય તે કેવી રીતે ચાલે, ઉત્તરાયણ પરં વહેલી સવારથી જ બજારોમાં ઊંધિયું, ફાફડા – જલેબી, ચિક્કીની ખરીદી કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી
ઊંધિયાના ભાવમાં ધરખમ વધારો થયો હોવા છતા લોકોએ ઊંધિયાની મજા માણવા માટે સવારે ૬ વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહ્યાં હતાં.અમદાવાદીઓ ફક્ત એક જ દિવસે લાખો રૂપિયાનું ઊંધિયું ખાય ગયા હતાં સવારથી જ ઉંધીયાના સ્ટોલ અને દુકાનોમાં ઊંધિયું ખરીદવા લોકોની લાંબી લાઇન લાગી હતી.
વડોદરામાં વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટ્યા હતા. ઊંધિયા-જલેબીના સ્ટોલ પર રીતસરની લોકોની લાઈનો લાગી હતી. ઉત્તરાયણના દિવસે મસાલેદાર ઊંધિયું અને જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા, વડોદરાવાસીઓ અકબંધ રાખી છે.
તો રાજકોટમાં પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી લોકોએ ઊંધિયુ જલેબીની જયાફત માણી છે. સવારથી ઊંધીયું સાથે જલેબી અને ખીચડાની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ૪ થી ૫ ટકાનો ભાવમાં વધારો જોવા મળ્યો છે.