Rajkot,તા.17
શહેરના કાલાવડ રોડ ન્યુ નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય હાઈટમાં રહેતા વિપ્ર પરિવારના પુત્રે પ્રેમ લગ્ન કર્યો હોવાનો ખાર રાખી યુવતીના પરિવારજનો દ્વારા જમાઈના ભાઈનું અપરણ કરી ગોંધી રાખી માર મારી તેમજ તેના માતા-પિતાને પુત્રી હાજર કરવાનું કહી શાંતિ મારી નાખવાની ધમકી આપતા ત્રાસથ મહિલાએ બિલ્ડીંગના છઠ્ઠા મારેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધા ના બનાવમાં પોલીસે વેવાઈ પક્ષના આઠ શખ્સો સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરવા છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય સેવન નાઇન 602 માં રહેતા ઉષાબેન કિશોરભાઈ જાની નામના 52 વર્ષીય મહિલાએ તેના ફ્લેટના છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો આ બનાવમાં મૃતક ઉષાબેનના પુત્ર ગૌતમભાઈ કિશોરભાઈ જાનીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જલા સભાડ ,ગોપાલ સભાડ, વિજય સભાડ, મનીષ સભાડ ,મેહુલ સભાડ, કવા સભાડ, વિમલ સભાડ અને સાગર સભાટ દ્વારા ત્રાસ આપતા આ પગલું ભરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી ગૌતમભાઈ જાનીના ભાઈ મિલનભાઈ એ આરોપી જલા સભાડની પુત્રી પાયલ સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને ગત તારીખ 6 12 22 ના રોજ કોર્ટ મેરેજ કરેલા હોય અને મિલન અને પાયલબેન ઘરેથી કીધા વગર ભાગી ગયા હોય જે આ કામના આરોપીઓ પાયલબેન ને પુત્રી પાયલબેન ને શોધવા માટે ફરીના ઘરે જઈ ફરીનું અપરણ કરી કારમાં લઈ જઈ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી માર મારી તથા પરિવાર ના માતા-પિતા અને ફરિયાદી ની જો મારી દીકરીને હાજર નહીં કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેના ત્રાસથી ઉષાબેન જાનીએ આ પગલું ભરી લીધાનું ખુલતા પોલીસે તમામ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ એચ એન પટેલ સહિતના સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે