Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે
    • Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ
    • ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો
    • Ahmedabad ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા
    • Junagadh: ભવનાથ વિસ્તારમાં સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની હત્યા
    • ગુજરાતના Junagadhમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા
    • Ahmedabad: ઘરઘાટીએ કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખની મતા ચોરી કરી
    • Mehsana: વડનગર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષ કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ
    રાજકોટ

    Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમએચસી બિલ્ડિંગના છઠ્ઠા માળે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ નિષ્ણાત તબીબોની ટીમ અને ૨૦ નર્સિંગ સ્ટાફ ત્રણ શિફ્ટમાં સંભાળશે મોરચો

    Rajkot તા.૧૫

    રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા બાદ રાજકોટનું આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરની પ્રતિષ્ઠિત જનાના હોસ્પિટલ ખાતે તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કે, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કોઈ જ ખતરો નથી, જેથી નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. માત્ર તકેદારી અને સાવચેતી રાખવી અનિવાર્ય છે.

    આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા પગલાંના ભાગરૂપે જનાના હોસ્પિટલના નવનિર્મિત એમસીએચ બિલ્ડિંગના છઠ્ઠા માળે ૧૦ બેડનો સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તબીબો અને સ્ટાફનું માઇક્રો-પ્લાનિંગ કરાયું છે, આ વોર્ડમાં ૧૦ નિષ્ણાત તબીબોની ટીમ ત્રણ અલગ-અલગ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. દર્દીઓની સતત સારવાર અને સારસંભાળ માટે ૨૦ અનુભવી નર્સિંગ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને ઇમરજન્સી લાઇફ સપોર્ટ સિસ્ટમનો જથ્થો પણ હોસ્પિટલ ખાતે રિઝર્વ રાખવામાં આવ્યો છે.તબીબી નિષ્ણાતોના મતે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નિશાન બનાવે છે.

    આ વાયરસ ’સેન્ડ ફ્લાય’ (માટીની ઝીણી માખી) કરડવાથી ફેલાય છે. જો બાળકમાં સેન્ડ ફ્લાય કરડ્યા બાદ બાળકના પગ પર લાલ કલરના ચટકા અને ચામડી ઉપસી આવવી, બાળકને એકાએક ખૂબ ઊંચો તાવ આવવો. તાવ સાથે આંચકી (ખેંચ) આવવી અથવા બાળક સુસ્ત થઈ બેભાન થવા લાગે તો તાત્કાલિક તબીબો દ્વારા સારવાર શરૂ કરવી અનિવાર્ય છે. રાજકોટ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.

    તબીબોએ વાલીઓ અને નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે આ વાયરસના ફેલાવાને રોકવા માટે લોકભાગીદારી ખૂબ જરૂરી છે. તેના બચાવ માટે નાના બાળકોને ફરજિયાતપણે મચ્છરદાનીની અંદર જ સુવડાવો. જૂના, કાચા, માટીના કે પ્લાસ્ટર વગરના મકાનોની દીવાલોમાં પડેલી તિરાડોને માટી કે સિમેન્ટથી પૂરી દેવી, કારણ કે સેન્ડ ફ્લાય આવી જગ્યાઓમાં જ ઈંડા મૂકે છે.ઘરમાં અને આસપાસના વિસ્તારોમાં જંતુનાશક દવાઓ અને મેલાથિયોન પાવડરનો સઘન છંટકાવ કરવો જેવા પગલાં લેવા અનિવાર્ય છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026

    Ahmedabad ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા

    July 15, 2026

    Junagadh: ભવનાથ વિસ્તારમાં સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની હત્યા

    July 15, 2026

    ગુજરાતના Junagadhમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.