New Delhi,તા.17
કાશ્મીર અને સીમલા સહિત અનેક ઉંચાણ વાળા વિસ્તારોમાં ગઈકાલે ફરીથી બરફ વર્ષા થઈ હતી. સીમલામાં 1.6 સેન્ટીમીટર સ્નોફોલ નોંધાયો હતો. હવામાન વિભાગ અનુસાર કાશ્મીરમાં 22 અને 23 જાન્યુઆરીએ ફરી હળવાથી મધ્યમ બરફવર્ષાનું અનુમાન છે.
શ્રીનગરમાં બુધવારે રાત્રે ન્યુનતમ તાપમાન શુન્યથી 2.5 ડિગ્રી સેલ્સીયસ નીચે નોંધાયું હતું. મેદાની અને નીચેના વિસ્તારોમાં ગુરૂવારે શીતલહેર અને યલો એલર્ટ જાહેર કરાયું છે. પંજાબ અને હરિયાણામાં ઠંડીનો પ્રહાર યથાવત છે. આજે બન્ને રાજયોમાં કેટલાક સ્થળે 7.5 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.

