Prayagraj,તા.17
IIT બાબા અભય સિંહનું તપ અને સુંદરતાના કારણે વાયરલ થયેલી સાધ્વી હર્ષા રિછારિયાને લઈને ચર્ચાઓ ચાલુ છે. હવે મહાકુંભ 2025થી આવી જ વધુ એક મહિલાની સુંદરતાની સોશિયલ મીડિયા યુઝર્સ પ્રશંસા કરી રહ્યાં છે. જોકે, તે કોઈ સાધ્વી નથી પરંતુ ફૂલ વેચનારી છે જે મહાકુંભમાં પહોંચી છે.
ફૂલ વેચે છે
મેળા દરમિયાન જ એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચનારી આ મહિલા સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે ‘હું સોશિયલ મીડિયા પર પણ છું અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું.’ જેની પર લોકો કહે છે, ‘હવે તો તું ફેમસ થઈ જઈશ.’
એમપીના ઈન્દોરની રહેવાસી છે
વાતચીત દરમિયાન યુવતી જણાવે છે કે ‘હું મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છું. હું માળા વેચું છું.’ જોકે, તેણે આ દરમિયાન પોતાનું નામ જણાવ્યું નહીં અને વાતચીત દરમિયાન અધવચ્ચે જ જતી રહી.
મોનાલિસા સાથે તુલના
ફૂલ માળા વેચનારી યુવતીની તુલના મોનાલિસા સાથે કરવામાં આવી રહી છે. મહાકુંભમાં પહોંચેલા લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતાં નજર આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ કહી રહ્યાં છે કે તે ‘ખૂબ સુંદર લાગી રહી છે.’
હર્ષા રિછારિયા થયા હતાં વાયરલ
ફૂલ વેચનારી આ યુવતીથી પહેલા હર્ષા રિછારિયાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમને સુંદર સાધ્વી કહેવામાં આવી રહ્યા હતાં. જોકે, બાદમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે પોતે જ સ્પષ્ટ કર્યું હતું કે ‘હું સાધ્વી નથી અને મે સંન્યાસ લીધો નથી. હું ઉત્તરાખંડની છું અને લગભગ 2 વર્ષથી અધ્યાત્મ સાથે જોડાયેલી છું.’
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
હર્ષા રિછારિયાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું, ‘આ નવી ઓળખને મેળવવા માટે મે બધું જ છોડી દીધું હતું.’ તે પોતાને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા ગણાવે છે. જોકે, તે સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં પણ ખૂબ સક્રિય રહે છે.