Morbi તા 24
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મેડિકલ કોલેજ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે સફેદ કલરની ક્રેટા ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા બનાવમાં બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અકસ્માત સર્જીને કાર ચાલક તેની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
નાનીવાવડી ગામે આવેલ ધરમનગર સમજુબા સ્કૂલની પાછળના ભાગમાં રહેતા રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (31)એ અજાણી સફેદ કલરની ક્રેટા ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે .
મેડિકલ કોલેજ સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એએન 4548 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ક્રેટા ગાડીના ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા ફરિયાદીને પગમાં ફ્રેક્ચર તથા માથા અને જમણા હાથમાં ઇજાઓ થયેલ છે જ્યારે સાહેદ મયુરભાઈને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે

