Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીએ YouTube જોઈને જાતે જ ગર્ભપાત કર્યો
    સુરત

    ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીએ YouTube જોઈને જાતે જ ગર્ભપાત કર્યો

    Vikram RavalBy Vikram RavalJanuary 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧૭

    સુરતથી સમાજ સામે આંગળી ચિંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ જાતે ઘરમાં ગર્ભપાત કર્યો હતો. યુટ્યુબ પરથી જોઈને સગીરાએ જાતે ગર્ભપાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ૧૬ વર્ષની સગીરાને ૧૬ વર્ષના સોશિયલ મીડિયાના મિત્રએ ગર્ભવતી કરી હતી..જે બાદ તેણે બાળકને જન્મ આપતાની સાથે જ ત્યજી દીધું હતું. ૯ તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આ આખો કિસ્સો સામે આવ્યો. પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો.

    મોબાઈલનું વળગણ માનવજાતને ગળી રહ્યું છે. મોબાઈલને કારણે માસુમોની જિંદગી છીનવાઈ રહી છે. સુરતનો આ કિસ્સો તમને હચમચાવી દેશે. એક ૧૬ વર્ષની સગીરા આવું કરી શકે તે માનવામાં ન આવે તેવી ઘટના છે. આ ઘટના પર નજર કરીએ તો, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા. રમી રહેલા બાળકોને ખાડી પાસે જ આવેલ કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ આવી હતી. બાળકને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરી હતી. જાણ થવાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતી. બાળકીને તપાસ કરતાં તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી બોલાવી હતી. ૧૦૮ ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કર્યું હતું.

    બાળકીના મોતને સ્થાનિકો રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બાળકોએ અમને લોકોને જાણ કરતાં અમે તાત્કાલિક આવી પહોંચ્યા હતા  અને બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં બાળકીનું મોત થયું હતું. કોઈ મહિલા દ્વારા પોતાના પાપ છુપાવવા બાળકીને ફેંકવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. આવી વ્યક્તિ સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જેને કરી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને.હાલ તો પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    ત્યારે આ નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ઘરમાં પહોંચી તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તપાસમાં ખુલાસો થયો કે, ધો. ૧૦ની વિદ્યાર્થિનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હતો. ૧૬ વર્ષની કિશોરીને ૧૬ વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાંખી હતી. ૯ તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો. પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો.

    જાતે ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાને ખાડી પાસે ફેંકી દીધું હતું. લોકોને બાળક મળી આવ્યું હતું અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જે બાદ કિશોરીએ યુટ્યુબ પર જોઈને ગર્ભપાતની દવા લીધી હતી. આઠમી જાન્યુયારીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસૂવાવડ થઈ હતી. જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી. આ કિસ્સો સામે આવતા ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયોઝ જોઈને યુવાનો ક્યા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર મોટો પ્રશ્ન છે. જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    સુરત

    Surat નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026
    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.