Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mahakumbh માં ચક્કાજામ ભાજપે કાર્યકર્તાઓને દોડાવ્યા, અખિલેશ યાદવે પૂછ્યા સવાલ
    અન્ય રાજ્યો

    Mahakumbh માં ચક્કાજામ ભાજપે કાર્યકર્તાઓને દોડાવ્યા, અખિલેશ યાદવે પૂછ્યા સવાલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prayagraj,તા.10

    મહાકુંભ મેળો સમાપ્તિના આરે છે. એવામાં કરોડો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. જેના લીધે પ્રયાગરાજમાં રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. તંત્ર અને સત્તાધીશો સતત સુવ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ લોકો કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. પ્રયાગરાજમાં ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર આક્ષેપો લગાવ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપ પોતાના કાર્યકરોને ટ્રાફિકમાં ફસાયેલા લોકોની મદદ કરવા અપીલ કરી રહી છે.

    અખિલેશે દલીલ કરી છે કે, ‘લોકો પરેશાન છે, બેચેન છે અને કોઈ જવાબદાર મંત્રી કે વ્યક્તિ દેખાતા નથી. અહીં મેળાના સ્થળ પર કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ છે. બીજી બાજુ ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષે પોતાના કાર્યકરોને ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને ભોજન અને પાણી પહોંચાડવા નિર્દેશ આપ્યો છે.

    શું કહ્યું બીએલ સંતોષે?

    ભાજપના મંત્રી બીએલ સંતોષે ટ્વિટ કર્યું છે કે, પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર કાર્યકરો રસ્તાઓ પર ટ્રાફિક મેનેજમેન્ટ, કુંભ  યાત્રીઓને ભોજન-પાણી, મેડિકલ સંબંધિત સેવા ઉપલબ્ધ કરાવવા સત્તાધીશોની મદદ કરે. આ ટ્વિટ બાદ ઉત્તર પ્રદેશની ભાજપ એક્શનમાં આવી છે. પક્ષના કાર્યાલયથી 10 જિલ્લાના જિલ્લાધ્યક્ષોને આ અંગે નોટિફિકેશન મોકલવામાં આી છે. 

    અખિલેશે સરકારને ઘેરી

    સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ માટે ઉત્તરપ્રદેશ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે મહા કુંભ મેળામાં આવતાં શ્રદ્ધાળુઓને ઘણી અસુવિધા પડી રહી છે. પ્રયાગરાજમાં જામને કારણે ખાવા માટે ન તો અનાજ, શાકભાજી અને મસાલા અને ન તો દવાઓ, પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે. જેના કારણે પ્રયાગરાજ, મહાકુંભ સંકુલ અને પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ફસાયેલા કરોડો ભૂખ્યા, તરસ્યા અને થાકેલા શ્રદ્ધાળુઓની હાલત દર કલાકે ખરાબ થઈ રહી છે. આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે.  જેમ રાજ્યોમાં બંધારણીય વ્યવસ્થા નિષ્ફળ જાય છે ત્યારે કમાન્ડ કોઈ બીજાને આપવામાં આવે છે, તેવી જ રીતે મહાકુંભમાં અરાજકતાની ભરમાર જોઈને કઈ સક્ષમ વ્યક્તિને શાસનની કમાન સોંપવી જોઈએ. અસમર્થ લોકો ખોટો પ્રચાર કરી શકે છે, સાચી સિસ્ટમ નહીં.

    લોકો સંપર્ક ગુમાવી રહ્યા છે…

    અખિલેશે દાવો કર્યો હતો કે ભક્તોના મોબાઈલ ફોનની બેટરી ખતમ થઈ રહી છે, જેના કારણે તેમનો તેમના પ્રિયજનો સાથે સંપર્ક તૂટી રહ્યો છે. સંપર્ક અને માહિતીના અભાવે લોકોમાં બેચેની વધી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોઈ જવાબદાર મંત્રી કે વ્યક્તિ દેખાતા નથી. મુખ્યમંત્રી સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે એટલું જ નહીં, નાયબ મુખ્યમંત્રી અને પ્રયાગરાજ સાથે જોડાયેલા ઘણા જાણીતા મંત્રીઓ પણ ગાયબ છે. 

    સૈનિકો-સફાઈ કામદારોની અજોડ કામગીરી

    અખિલેશે સૈનિકો, વર્ગ-4ના કર્મચારીઓ તથા સફાઈ કામદારોના વખાણ કરતાં કહ્યું  કે, જેઓ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, ભૂખ્યા અને તરસ્યા છે તેમના માટે ભોજન અને પાણીની કોઈ દેખીતી વ્યવસ્થા નથી. અધિકારીઓ રૂમમાં બેસીને ઓર્ડર આપી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે કામ કરવા બહાર આવ્યા નથી. પ્રયાગરાજના રહેવાસીઓને ગંદકી, ટ્રાફિક જામ અને મોંઘવારી સિવાય કશું મળ્યું નથી.

    ભાજપે ભક્તો પર આરોપ ઢોળ્યો

    ભાજપે પ્રયાગરાજમાં અવ્યવસ્થાનો આરોપ ભક્તો પર લગાવ્યો હોવાનો દાવો અખિલેશે કર્યો છે.  મૌની અમાસના દિવસે કરોડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. તેમજ જ્યાં-ત્યાં ડેરો જમાવતાં નાસભાગનો ભોગ બન્યા હતા. 13 જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી 43.57 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. વાહનોની સંખ્યા વધતાં ટ્રાફિક જામ સતત વધ્યો છે.

    Mahakumbh 2025 Prayagraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadhaનું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે Trump’s America

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો: Joker Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    TMCની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે: PM

    April 24, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.