Morbi,તા.17
ખાખરાળા ગામે રહેતા આરોપીના વરંડામાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૮ બોટલનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરાળા ગામે સામળાભાઈ કૃષ્ણભાઈ બાળાના વરંડામાં એક ઇસમ ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વરંડામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૫૮ કીમત રૂ ૩૮,૮૧૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૪૩,૮૧૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી કાનજી દેવદાનભાઈ બાળા રહે ખાખરાળા તા. મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે