Morbi,તા.17
ખરેડા ગામના રહેવાસી ૨૫ વર્ષીય યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કિરીટ બાબુભાઈ થરેસા (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૧૨ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી સારવાર મતે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે હાલ સ્પષ્ટ થયું નથી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે