Washington, તા. 20
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા જતા ટેરીફ વોર અને યુક્રેન સહિતના યુધ્ધની સમાપ્તિ માટેના પ્રયાસો વચ્ચે હવે અમેરિકાએ પ્રથમ વખત પરમાણુ મિસાઇલનો પ્રયોગ કર્યો હોવાનો ધડાકો થતા જ આ અંગે વિશ્વભરમાં જબરો ખળભળાટ વ્યાપી ગયો છે.
ભવિષ્યમાં ત્રીજુ વિશ્વ યુધ્ધ થાય તો અમેરિકા એ તેની તૈયારી શરૂ કરી દીધી હોવાનું માનવામાં આવે છે. અમેરિકાએ મીનીટમેન-3 ઇન્ટર કોન્ટીનેટલ બેલેસ્ટીક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હોવાનું બહાર આવ્યું છે.
આ પરીક્ષણ વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઇઝથી વહેલી સવારે એક વાગ્યે પુરૂ કર્યુ હોવાનું માનવામાં આવે છે. આ વેસ્ટર્ન રેન્જ અમેરિકાના અણુશસ્ત્રના પ્રયોગ માટેનું બેઝીક ટેસ્ટીંગ ગ્રાઉન્ડ હોવાનું માનવામાં આવે છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એરફોર્સ ડેમોસ્ટ્રેટ ધ રેડીનેસ દ્વારા આ જાહેરાત કરાઇ હતી જેના એકટીંગ સેક્રેટરી ગેરી એસવોર્થ એ જણાવ્યું હતું કે દેશના અણુશસ્ત્ર માટેના મિશનમાં વિશ્વાસ સર્જવા આ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
જોકે અમેરિકાએ આ પ્રકારે અત્યાર સુધીમાં 300 જેટલા મિસાઇલ પરીક્ષણ પુરા કર્યા છે અને આ મિસાઇલ 10000 કિ.મી. સુધીના અંતરે પ્રહાર કરી શકે અને કલાકના 24,000 કિ.મી.ની ઝડપે ઉડી શકે તેવી ક્ષમતા ધરાવે છે અને તે અણુશસ્ત્ર વહન કરી શકે છે.
બુધવારે વહેલી સવારે 1 વાગ્યે વેસ્ટ પોસ્ટ પર આ બેલેસ્ટીક મિસાઇલ પરીક્ષણના દ્રશ્યો થોડા લોકોએ જોયા હતા. આ મિસાઇલ એ અત્યંત મહત્વનું ગણાય છે.
ખાસ કરીને તે રડારમાં તાત્કાલીક ઝડપાતુ નથી અને તેના કારણે દુશ્મન દેશો પર તે રવાના થતા સમયે પૃથ્વીના વાતાવરણની બહાર નીકળવાની અને ફરી તેમાં એન્ટ્રી કરવાની ક્ષમતા ધરાવે છે.