Morbi,તા.21
માળિયા (મી.) તાલુકાના અંજીયાસર ગામની સીમમાં રેડ કરી પોલીસે ૩૫૦ લીટર દેશી દારૂ અને ૪૦૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અંજીયાસર ગામની સીમમાં દારૂના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી સમીર હનીફ મોવર નામનો ઇસમ દેશી દારૂનો જથ્થો રાખેલ હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ૩૫૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૭૦,૦૦૦ અને દેશી દારૂ બનાવવાનો આથો ૪૦૦૦ લીટર કીમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ ૧,૭૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી સમીર મોવર હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે