Morbi,તા.26
નેકનામ નજીક આવેલ કારખાનામાં પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા ૫ વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું બનાવની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ પર આવેલ સીલ્પન બોર્ડ લેમ્પ કારખાનામાં રહીને કામ કરતા પપ્પુભાઈ વાખલાનો પાંચ વર્ષનો પુત્ર વિષ્ણુ ગત તા. ૨૫ ના રોજ કારખાનાની લેબર કોલોની પાસે પાણી ભરેલ ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે